________________
૩૦૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ફળથી ભક્તિપૂર્વક પૂજા કરીને મંત્રિરાજે ચાર લક્ષ દ્રમ્મ આપી તેમને આનંદિત કર્યા. વળી ત્યાં વિધિની મર્યાદા પ્રમાણે વર્તતાં પૂજા અને ઉત્સવોથી દેવને પણ આનંદ પમાડનાર એવા મંત્રીશ્વરે સિદ્ધાચલની સેવા કરનારા યાચક જનેને ઈચ્છિત દાન આપીને કૃતાર્થ કર્યા.
ત્યારપછી આમ રાજા સમાન મહામંત્રી અનુક્રમે પ્રથમ પ્રભુના લોકયસુંદર નામના રૌત્વમાં આવ્યા. ત્યાં જગતને આનંદ આપનારા એવા ભગવંતનાં દર્શન કરીને ચગીની જેમ તન્મય ભાવને ધારણ કરતા મંત્રીશ્વર પરમ આનદને પામ્યા. પછી આનંદરસથી પવિત્રામાં એવા તેણે પ્રથમ ફળાદિકથી શિવશ્રીને વરવારૂપ પ્રભુની અગ્રપૂજા કરી. વળી પાંડ એ સ્થાપિત કરેલા અને જગતને આનંદ આપનારા એવા મૂળનાયક શ્રી આદિદેવને પ્રથમ સમસ્ત પૂજાનાં ઉપકરણોથી પૂજીને પોતાના અનુજ બંધુ સહિત વસ્તુપાલે શ્રીયુગદીશ તથા પુંડરીક સ્વામીના નવાગે નવ રનથી પૂજન કર્યું. પછી રાયણ વૃક્ષને પ્રદક્ષિણા કરતાં આપત્તિને દળનાર એવી પ્રથમ પ્રભુની પાદુકાને તેણે વંદન કર્યું. તે વખતે વર્ધાપત્સવથી પ્રસન્ન થયેલ રાયણ વૃક્ષે શ્રીસંઘ પર અત્યંત સ્નિગ્ધ દુધની વૃષ્ટિ કરી ત્યારપછી વિરતારથી ભગવંતને મજજનોત્સવ કરવાની ઈચ્છાથી જિનપ્રતિમાઓને નમન કરીને તે ઉત્તારક ગૃહમાં આવ્યા. પછી ભગવંતના સ્નાત્રજળના સંગથી પવિત્ર થયેલ જળથી મનહર સૂર્ય નામની કુંડમાં કલ્યાણવિધિથી સ્નાન કરી,