________________
ષષ્ઠ પ્રસ્તાવ
૩૦૫
પર આરેાણ કરીને પાપરહિત મનવાળા તે મંત્રીશ્વર પ્રથમ ઈંદ્રોએ પૂજિત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ભવનમાં આવ્યા. ત્યાં પૂજ્ય એવા જિનેશ્વર ભગવંતની મૂર્ત્તિને ફળ, પુષ્પ અને પવિત્ર ચંદનથી પૂજીને તેણે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એ ચાર ભેદોવાળા જિનેશ્વરાને વંદન કર્યું. પછી ગજરાજ સમાન ગતિવાળા તેણે ગજાધિરૂઢ અને ભરતેશ્વરે કરેલા અવતરણથી વિરાજિત એવી યુગાદિનાથની જનનીને વંદન કર્યું. પછી જાણે પ્રમ ઐશ્વર્ય પ્રાપ્ત કરેલ હાય તેમ આનંદ પામીને પગે ચાલતાં પાપવૃત્તિરહિત એવા મત્રી નિ`ળ ચંદ્ર સમાન શુભ્ર અને પેાતે ઉદ્ધાર કરાવેલ એવા કપદી યક્ષના મંદિરમાં આવ્યા. ત્યાં પૂજાને માટે લાવેલા ચંદનથી ત્રિલાકને પૂજ્ય એવા કપદી યક્ષની મૂત્તિનું વિલેપન કરી વિવેકી એવા મત્રીએ પુષ્પા અને ફળાથી તેની પૂજા કરી. એવામાં શ્રાવકામાં ચક્રવત્તી સમાન એવા શ્રી વાગ્ભટે શ્રી સ`ઘની સ્થિતિને માટે નીમેલા તથા તીર્થના સમસ્ત ચૈત્યાની સભાળ રાખનારા એવા સુશ્રાવકોએ ચંદન અને સુગંધી પુષ્પાથી અર્ચિત અને દ્વિવ્ય છત્ર તથા ચલાયમાન મહાચામાથી સુોભિત એવા યુગાદિજિનના અદ્ભુત સુવર્ણ બિ બને આગળ કરી વાજિત્રાના મનહર ધ્વનિથી લેાકોને વિસ્મય પમાડતા સ`ઘલેાક સહિત મંત્રીની સન્મુખ આવીને વિધિપૂર્વક સંધ સહિત મંત્રીને મુક્તાફળાથી વધાવ્યા. એટલે જગતને પૂજ્ય એવા શ્રી યુગાદિ દેવની કુસુમ અને
૨૦