________________
૩૦૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધૂપથી અત્યંત વાસિત કરીને તેમાં પંચ વર્ણનાં મનહર પુષ્પ ધારણ કરો. આ પ્રમાણે પ્રભુના અભિષેક સમયે શ્રીવાસ્તુપાલ મંત્રીનાં અમૃત સમાન મધુર વચન સાંભળીને બધા શ્રાવકે એ મનમાં આનંદ પામી તે પ્રમાણે કર્યું. પછી પ્રથમ પ્રભુને સ્નાત્ર કરવા માટે મંત્રીશ્વરે પવિત્ર જળથી નાટ્યપીઠને પ્રથમ શુદ્ધ કર્યું. પછી ત્યાં સ્વસ્તિ નિમિત્તે ચંદનવતી સ્વસ્તિક કર્યો અને તેના પર પુષ્પ અને અક્ષતાદિક મૂક્યાં. ત્યારપછી પૂર્વપૂજિત પ્રતિમા તેના પર સ્થાપન. કરી, વસ્ત્રના અષ્ટપુટથી મુખકેશ બાંધી, અંજલિ જેડી. આસ્તિક શ્રાવકે સાથે સવ્રતશાળી વસ્તુપાલ મંત્રી તે પ્રતિમાની આગળ વિધિપૂર્વક રમૈત્યવંદન કરતે સતે આ. પ્રમાણે સ્તુતિ કરવા લાગે –
“શ્રીયુક્ત પાવન પુણ્યરૂપ, વિપુલ ફળને આપનાર, મંગળના નિદાનરૂપ, અરિષ્ટ, ઉપસર્ગ, ગ્રહગતિ અને વિકૃતિ સ્વપ્નાદિને નાશ કરનાર, ઉત્પાતને નષ્ટ કરનાર, કૌતુકોના. સંકેતરૂપ, સમસ્ત સુખના મુખરૂપ, સર્વ ઉત્સના પર્વરૂપ અને સર્વ ગુણના પાત્રરૂપ એવા આ પ્રભુને જે પુરૂષ સ્નાત્ર કરે છે તે ધન્ય છે. ભગવંતના ચરણોમાં અભિષેક કરનારા શ્રાવકે સુરાસુર, નર, નાગેન્દ્ર અને વિદ્યાધરના સ્વામી થઈ, અનુપમ સુખસંપત્તિનો અનુભવ કરી, કામદેવના પરાક્રમને જીતનાર એવા યમના શાસનને ઉલ્લંઘીને અનંત અને અવિનાશી એવા શિવમંદિરમાં બિરાજમાન થાય છે. આ જગતમાં એક ભગવંતજ આશ્રિત જનના.