________________
૩૦૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુભટે યાત્રિકોની નિરંતર રક્ષા કરતા હતા. તેને પ્રસ્થાનમાર્ગ જીર્ણોદ્ધાર કરેલાં અને નવીન જિનથી તથા કમળથી રમ્ય એવાં સરોવરથી અજાણ લોકોને પણ જાણીતા થઈ પડયો હતે. | ધર્મધુરંધર. શત્રુઓને જય કરનાર અને નિર્વિધ્રપણે બધાં સાધનો પૂરા પાડીને સંઘમાંહેના લોકોને આનંદ આપનાર એવે તે મંત્રીશ્વર ધંધુકે પહોંચ્યા પછી પાંચ છ પ્રયાણમાં જ શ્રી શત્રુજય ગિરિ સમીપે આવી પહોંચ્યો. શ્રી શત્રુંજય પર્વતને જોઈને મંત્રીશ્વર પિતે આનંદથી નૃત્ય કરવા લાગ્યો અને અર્થજનોને યથારુચિ દાન આપવા લાગ્યો. વિકસ્વર કમળ સમાન લોચનવાળા તેણે ઉચ્ચ જાતિના અનું દાન આપવાથી સૂર્યને પણ પિતાના અશ્વને સંભાળવાને યત્ન કરે પડયો તે વખતે શ્રી સંઘમાં પણ સર્વત્ર સિદ્ધાચલ મહાતીર્થના દર્શન થવાથી આનંદ ઉત્સવ થવા લાગ્યા. કેટલાક શ્રાવકો અત્યંત આનંદ થવાથી અથ જનને ઇચ્છિત દાન આપવા લાગ્યા, કેટલાક ઉદાર અંતઃકરણના લોકે શ્રી સંઘની પરમ ભક્તિ કરવા લાગ્યા, કેટલાક શ્રાવકે ગુણવંત જનનું વાત્સલ્ય કરવા લાગ્યા અને કેટલાક આનંદમાં નિમગ્ન થઈ આદરપૂર્વક વર્ધાપન કરવા લાગ્યા.
પછી શ્રી તીર્થમાહાસ્યને સાંભળતાં અને અનુત્તર દાન આપતાં તે મહામંત્રી શ્રીસંઘ સાથે ગિરિરાજ પર ચડવા લાગ્યા. સ્વર્ગ કરતાં પણ સુંદર એવા એ ગિરિરાજ