________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૯૫
કાર્યમાં વિશેષે ઉદ્યમ કર યોગ્ય છે, કારણ કે—ધર્મમાં જેનું મન અવિચ્છિન્ન દૃઢ હોય તેને દેવો પણ વશવત્તી રહે છે, વિદને વિનાશ પામે છે અને ઈષ્ટ સંપત્તિ પ્રાપ્ત થાય છે.” આ શંખની સહાયથી મે પૂર્વે બહુવાર યાત્રાએ કરીને દિલષ્ટ કર્મથી બંધાયેલાં પાપનું સારી રીતે શેાધન કર્યું છે, વળી અહીં વધમાન (વઢવાણ) નગરમાં માણિક્યની પ્રતિમા યુક્ત શ્રીવર્ધમાન સ્વામીનું નવું ચિત્ય મે કરાવ્યું છે કે જે બાવન મેટી દેવકુલિકા યુક્ત અને સુવર્ણને દંડ અને કળશની ગગનમંડળને પ્રકાશિત કરતું શેભી રહ્યું છે. વળી પિોતાની શક્તિ પ્રમાણે જીણુ જિનરોત્યોનો અને સ્વજનાદિકનો મેં ઉદ્ધાર પણ કર્યો છે, અને એના પ્રભાવથી પુત્ર પૌત્રાદિક સંતતિને પ્રૌઢ મહોત્સવ પૂર્વક વિશુદ્ધ વંશની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યાં છે, પરંતુ સજજનને પણ કલાઘનીય અને પિતાના મન માનતું એવું શ્રી સંઘવાત્સલ્ય ઉંચા પ્રકારનું મેં પૂર્વે કદાપિ કર્યું નથી, તેથી પ્રશસ્ત કીર્તિયુક્ત એવા સમસ્ત શ્રી સંઘના લોકોની સાથે અત્યારે શ્રી વસ્તુપાલ મંત્રીનું વાસ્તુત્ય કરવું મને ઉચિત છે.” આ પ્રમાણે વિચાર કરીને શય્યામાંથી ઉઠી નિર્મળ પુણ્યથી આઢળ્યું અને • પવિત્રાત્મા એવા રતન શ્રેષ્ઠીએ પ્રથમ ષવિધ આવશ્યક ક્રિયા આચરી અર્થાત્ પ્રતિક્રમણ કર્યું. પછી ભગવંતની પ્રતિમાની અષ્ટવિધ પૂજા કરીને તેણે સ્નિગ્ધ દુષ્પથી દક્ષિણાવર્ત શંખનું મજજન કર્યું. ત્યાર પછી કાર્યકુશળ એવા ભાગ્યવંત જનોથી પરવારેલે રત્ન શ્રેષ્ઠી અશ્વરત્ન