________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૮૩
એટલે બીજા સંઘપતિ શ્રાવકે પણ ત્યાં પડાવ કરીને પોતપોતાનાં ચિત્યમાં ગીત, નૃત્ય અને વાજિંત્રોથી મનહર એવા સ્નાત્રેત્સવ કરવા લાગ્યા.
હવે તે નગરમાં આસ્તિક જનના મુગટ સમાન, અતિશય તેજસ્વી, પુણ્યકર્મથી પ્રખ્યાત, સમ્યગ્દષ્ટિપણાથી વિશિષ્ટાત્મા, બાર વ્રતમાં નિશ્ચળ અને શ્રીમાળીના કુળરૂપ આકાશમાં સૂર્ય સમાન રત્ન નામે શેઠ રહેતા હતે. ક્ષીરસાગર સમાન તેના ઘરમાં દુધ સમાન ગૌરવર્ણ, સાત પૂર્વજોથી પૂજિત, સર્વ સંપત્તિને પૂરનાર, સાક્ષાત્ પુણ્યસમૂહરૂપ અને દેવતાઓથી સેવ્યમાન દક્ષિણાવર્ત શંખ હતા. તે રાત્રિએ રત્નના કરંડીયામાં બહાર નીકળી ઘરમાં સર્વત્ર ભમતાં પ્રસન્ન થઈને ઘુમઘુમ ધ્વનિ કરતું હતું. એટલે વૈભવથી રતિની જેમ તેના પ્રભાવથી તેની ચતુરંગ સમૃદ્ધિ વૃદ્ધિ પામતી હતી. વસ્તુપાલ મંત્રીને સંઘ નજીક આવ્યો, તે વખતે રાત્રિએ નિદ્રાધીન થયેલા તે શ્રેષ્ઠીને પ્રભાત સમયે સ્વપ્નમાં આવીને તેણે કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! તમારા પૂર્વજેને અગણિત પુણ્યને વશ થયેલ હું ચિરકાળથી તમારા વિશાળ ગૃહમાં વાસ કરું છું. તમારા સાત પૂર્વજે નિર્વિદને ધર્મકાર્યો કરતાં મારા પ્રભાવથી પ્રાપ્ત થયેલ સંપત્તિનું ફળ પામ્યા છે. વળી હે મહાભાગ ! વિવેકથી નિર્મળ સ્વભાવવાળા એવા તમે પણ શુભ વર્ણવાળી પ્રતિમાઓ યુક્ત નવાં જિન કરાવી, અનેક ઐોના જીર્ણોદ્ધાર કરાવી, સ્વામિવાત્સલ્ય, દીન જનની અનુકંપા,જિનબિંબની પ્રતિષ્ઠા