________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૯:
સેવક નથી, પણ ભાગ્યવંત પૂર્વજોના વંશમાં ઉત્પન્ન થયેલા અને જિનાગમને જાણનારા શ્રાવક છીએ. વળી અત્યારે તે દંભરહિતપણે અમે વધારે લોભમુક્ત બન્યા છીએ, કારણ કે કુલીન અને ઉત્તમ સેવકે રાજાને અનુસરીને જ ચાલે છે, તેથી પુણ્યકર્મથી માનનીય એવા આપના આ ઉત્કૃષ્ટ સંપત્તિને આપનારા દક્ષિણાવર્ત શંખને અમે ગ્રહણ કરનાર નથી. હે પુણ્યાત્મન્ ! તમેજ એની સહાયતાથી ઘણું પુણ્યકાર્યો કરતાં સંપત્તિથી સદા વૃદ્ધિ પામે. વળી સમ્યગ્દષ્ટિ. જનોમાં મુગટ સમાન એવા આપનાથી શ્રી જિનશાસનરૂપ સમુદ્ર પરમ વૃદ્ધિને પામે. “મહાપુરૂષે પણ પિતાના ઘરની સંપત્તિને ઈચ્છે છે.” વળી વસુધા પર દાનધર્મના આધારરૂપ. એક તમેજ છે, માટે હે રત્નશ્રેષ્ઠિનું ! પૂર્વજોથી પૂજિત એવા આ શંખરત્નને ગૃહદેવતાની જેમ પ્રયત્નપૂર્વક તમારા ઘરમાં સ્થાપન કરે.” આ પ્રમાણે તેમના વચનરસથી અંતરમાં આનંદ પામેલા રત્ન શ્રેષ્ઠીએ સ્વપ્નમાં શંખે કહેલ ઉપાલંભરૂપ બધે વૃત્તાંત તેમને કહી સંભળાવીને કહ્યું કે“આ કળિયુગમાં આપના સમાન કોઈ પાત્ર નથી અને. દક્ષિણાવર્તી શંખ સમાન આપવા લાયક બીજી ઉત્તમ વસ્તુ પણું નથી. વળી તે મંત્રિન્ ! હવે એ મારા આવાસમાંથી જવાની ઈચ્છા કરે છે અને વિષણુના હસ્ત સમાન વિશાળ લક્ષણવાળા એવા તમારા ભવનમાં આવવાને ઈચ્છે છે, માટે હે સ્વામિન્ ! મારા પર પ્રસાદ કરીને એનો તમે સ્વીકાર કરે, અને મારી પ્રાર્થનાને ભંગ ન કરો.” આ પ્રમાણેના રત્ન શ્રેષ્ઠીના અત્યંત આગ્રહથી સમુદ્ર પાસેથી વિગુની