________________
૩૦૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જેમ શ્રી વસ્તુપાલ મંત્રીએ તેની પાસેથી પાંચજન્ય સમાન ઉજજવળ એવા તે શંખરત્નનો પ્રયત્નપૂર્વક સ્વીકાર કર્યો. તે વખતે હાથમાં રહેલા તે શંખથી મંત્રીશ્વર સત્યભામા સહિત વિષણુ સમાન શેભવા લાગ્યા. પછી મંત્રીએ વિનયપૂર્વક તેમને બહુમાન આપી યાત્રાનું નિમંત્રણ કરીને તેની પાસેથી રજા લીધી. ઔચિત્યપૂર્વક નિષ્કપટ ભાવે શ્રી સંઘનું વાત્સલ્ય કરીને રત્ન શ્રેષ્ઠીએ બહુ પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યારપછી વિધિપૂર્વક સંઘપૂજા કરતાં તેણે વિવિધ દેશોથી આવેલા એવા યતિજનોને ઉચિત પવિત્ર વસ્ત્ર પાત્રાદિક તથા શીતને અટકાવે તેવાં કંબળ આપીને સર્વ ગ છેના પ્રત્યેક આચાયેની ભક્તિ કરી.
પછી વૃદ્ધગછના સ્વામી અને ઔચિત્યને બરાબર જાણનાર એવા શ્રીદેવપ્રભસૂરિએ ધર્મોપદેશ આપ્યું કે“શ્રીસંઘનું વાત્સલ્ય, ઉદાર ભાવના, કૃતજ્ઞતા, સર્વ જને પર અનુગ્રહ, જિનભક્તિ અને ગુણવંત જનનું ગૌરવ-એ ગુણોથી મનુષ્ય તીર્થંકરપદને પ્રાપ્ત કરે છે. જિનેશ્વર કરતાં અન્ય દેવ, સુસાધુ કરતાં અન્ય ગુરૂ અને શ્રીસંઘ કરતાં અન્ય પવિત્ર ક્ષેત્ર ત્રણ જગતમાં કેઈ ઠેકાણે નથી. શ્રીસંઘને અનઘ વાત્સલ્યનું ફળ વાણી દ્વારા કહી શકાય તેમ નથી, કારણ કે સમસ્ત પુણ્યકાર્યોમાં તે અનુપમ ગણાય છે. પૂર્વે શ્રીગષભ સ્વામીના વંશમાં શ્રીમાન દંડવીય રાજાએ તીર્થયાત્રાએ જતા યાત્રિક શ્રાવકેનું બહુજ ઉંચા પ્રકારનું વાત્સલ્ય કર્યું હતું, તેજ પ્રમાણે અત્યારે સંઘમાં આવેલા સાત લાખ મનુષ્યની પરમ ભક્તિ કરતાં શ્રીરને