________________
૨૯૮
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જગતની આપત્તિને દલિત કરનાર એવા તેમના ચરણ ધેય, પછી ઉષ્ણ ગધેદકથી તેમને હવરાવ્યા અને ધોયેલાં દિવ્ય વસ્ત્ર તેમને ભક્તિપૂર્વક પહેરાવીને પોતાના જિનચૈત્યમાં લઈ જઈ તેમના હાથે વિધિપૂર્વક જિનપૂજા કરાવી. પછી આદેશ પ્રમાણે તરતમાંજ તૈયાર કરવામાં આવેલ, જગતમાં અદ્દભુત, સ્વાદિષ્ટ, સ્લાધ્ય અને ભાગ્યહીન જનોને દુપ્રાપ્ય એવી વસ્તુઓ સુવર્ણ, રજત અને માણિક્યના ભાજનમાં પીરસીને તેણે સાર પરિવાર સહિત ભાગ્યવંત એવા તેમને ગૌરવપૂર્વક ભજન કરાવ્યું. ભેજનાનંતર તેમને સિંહાસન પર બેસારી દિવ્ય પટકુળાદિકથી તેમને સત્કાર કરીને રત્ન શ્રેષ્ઠીએ હૃથ્વપૂર્ણ મણિસ્થાળમાં સ્થાપન કરીને રાજહંસ સમાન ઉજજવળ એ દક્ષિણાવર્ત શંખ તેમની દષ્ટિએ કર્યો, અને વિનયથી અંજલિ જોડીને તેણે કહ્યું કે-“મારા પર અનુગ્રહ કરીને આ દક્ષિણાવર્ત શંખને તમે ગ્રહણ કરો.” એટલે દષ્ટિને ઉત્સવરૂપ અને પૂણે દુ સમાન નિર્મળ એવા તે શંખને જોઈને ચકરની જેમ વસ્તુપાલ મંત્રી પરમ હર્ષને પામ્યો. પછી શ્રેષ્ઠીનો શંખ લેવા માટે પૂર્ણ આ ગ્રહ છતાં તેને નહીં સ્વીકારવાથી તેને કંઈક દુભાયેલ જાણીને મંત્રીશ્વરે સમસ્ત ઉદાર જનોમાં મુગટ સમાન અને નિર્મળ ગુણથી ઉજજવળ એવા શ્રી રત્ન શ્રેષ્ઠીને ગૌરવ સહિત પિતાના અર્ધાસન પર બેસારી સરલતાપૂર્વક સુધા સમાન મધુર વચનથી કહ્યું કે-“હે શ્રેષ્ઠિમ્ ! સર્વ રાજાઓમાં અગ્રેસર એવો શ્રી વીરધવલ રાજા મહોત્સવરૂપ પુણ્યથી પિતાની પ્રજા પર બહુજ પ્રેમ ધરાવે છે. તેને દુર્જન કે પિશુન