________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૯૭
ગણના તે પરિમિત ધનવાળાનેજ હોય છે. અનર્ગળ ઋદ્ધિવાળાને હોતી નથી.
બીજે દિવસે પ્રભાતે ઉત્સાહથી શ્રીસંઘને પિતાને ઘરે બેલાવીને રત્ન શ્રેષ્ઠીએ આ પ્રમાણે તેમની નિર્દોષ ભક્તિ કરી:-પ્રથમ તે પોતાના ગૃહાંગણે આવેલા શ્રીસંઘપતિ શ્રાવકને મુક્તિના અભિલાષી એવા તેણે મુક્તાફળથી વધાવ્યા. પછી સુગધી જળથી તે શ્રાવકવના તેણે ચરણ ધોયા અને પિતાના આત્માને નિર્મળ બનાવ્યો. પછી યાત્રા શ્રાવકેને તેણે સર્વ શક્તિ અને યુક્તિપૂર્વક પુષ્કળ ધૃત નાખીને તૈયાર કરવામાં આવેલાં પકવાને જમાડ્યા. શર્કરાયુક્ત અને ચાર પ્રકારના મસાલાથી મિશ્ર એવા સ્વચ્છ અને ઉકાળેલા દુધથી તેણે શ્રીસંઘના લેકેને તાપવર્જિત કર્યા. ભજનાનંતર દિવ્ય તાંબૂલથી તેણે સંઘના લોકોને સુવાસિત મુખવાળા અને શીતલ ચંદનદ્રવના વિલેપનથી શીતલ દેહવાળા કર્યો. ત્યારપછી કલ્યાણના નિવાસરૂપ શ્રેષ્ઠીએ સુગંધી પુષ્પમાળાથી અને વસ્ત્રોથી ભક્તિપૂર્વક સર્વને સત્કાર કર્યો, કારણ કે “વસ્ત્ર’ અન્ન, જળ અને પુષ્પાદિકથી જેઓ યાત્રિક જનોનો સત્કાર કરે છે તેમને ઘરે બેઠાં તીર્થયાત્રાનું ફળ મળે છે.”
હવે વસ્તુપાલ અને તેજપાલ મંત્રીની રત્ન શ્રેષ્ઠીએ કેવી રીતે ભક્તિ કરી તે કહે છે પ્રથમ તે બંને મંત્રીઓને સુવર્ણાસન પર બેસારીને સ્નિગ્ધ મનવાળા એવા તેણે પોતે જાણે ક્ષીરસમુદ્રમાંથી આણેલ હોય તેવા દુધથી