________________
૧૩}
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
કરે છે તેવામાં રાજાની આજ્ઞાથી ઘૂઘુલ રાજાએ ભેટ કરેલી કાજળની ડમી અને કાંચળી સહિત સાડી ખજાનામાંથી મગાવીને કુતૂહળથી બધા રાજાઓના દેખતાં વસ્તુપાલ મ`ત્રીએ ઘૂઘુલ રાજાને પહેરાવી દીધી. તે વખતે જયલક્ષ્મીની ક્રીડાથી શેાભાયમાન એવા તેના કંઠમાં બળાત્કારથી મધવામાં આવેલી એવી કાજળની ડમી તેને શરમાવતી છતી શેાભવા લાગી, એ અવસરે લજ્જામાં અતિશય નિમગ્ન થયેલ એવા તે મડળેશ્વર પેાતાનું પારાવાર અપમાન થયેલુ' જોઈને પેાતાના દાંતથી જિહ્વાછેદ કરીને તત્કાળ મરણ પામ્યા, ઘેાડા વખતમાં જ ચૌલુકય રાજાની રાજધાનીમાં તે સમાચાર ફેલાઈ ગયા. પછી સાથે લાવેલ દ્રવ્યાદિયથાસ્થાને મૂકાવીને તેજપાલ પેાતાના જયેષ્ઠ ખંધુ સાથે મહાત્સવપૂર્વક પેાતાને ઘેર આવ્યેા.
એકદા માંડળિક રાજાઓએ જેની શેાભામાં વધારે કર્યાં છે એવી રાજસભામાં વસ્તુપાલ સહિત તેજપાલને અહુમાનથી ખેાલાવી પ’ચાંગ પ્રસાદ કરીને કૃતજ્ઞ એવા રાજાએ તેને કાટિસુવણું સમર્પણ કર્યું, અને પછી તેજપાલના ગુણની સ્તુતિ કરવા માટે રાજાએ સામેશ્વર કવિરાજ પર ષ્ટિ ફેરવી, એટલે તેમણે મનમાં ઉત્સાહ લાવીને પોતાના હાથ ઉંચા કરી તેજપાલના અદ્ભુત (છતાં) સદ્ગુણ્ણાની આ પ્રમાણે સ્તુતિ કરીઃ
“જે માગે જળ કીચ દુસ્તર ઘણા ને સેકડા ખાડ છે, કાંઠા દૂર ઘણા છતાં વિષમ છે ગાઉં ઘણા ભાર છે; તે માટે કરી ઉચી તજની કહુ· મેટા અવાજે વળી,