________________
૨૪૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સમ્યક્ત્વનો ઉલ્લાસ કરવામાં વિવેકી એવા વસ્તુપાલ મેહને દૂર કરી જૂદાં જુદાં ગામ અને નગરમાંથી શ્રીસંઘને બોલાવીને તેની ભક્તિ કરવા લાગ્યો. શ્રીસંઘને નમસ્કાર કરતાં પણ જગજનની કમરૂપ રજ દૂર થાય છે, એમ ધારી વિવેકી મંત્રીશ્વરે કંઈક ઉષ્ણ અને દુષ્પ સમાન ઉજજવળ એવા જળથી અને ચંદનના મનહર દ્રવ તથા અન્ય સુરભિ વસ્તુઓથી, યશથી સમુજજવળ તથા ઘરે પધારેલ એવા શ્રીસંઘના ચરણકમળનું પ્રક્ષાલન કર્યું. ત્યાર પછી જિદ્રપૂજા તથા શીલથી પવિત્રાત્મા, પુષ્પ સમાન કોમળ અને સુગંધી અનેક ગુણોથી અભિરામ અને લક્ષ્મીને નિવાસરૂપ એવા તેણે આનંદથી યુક્તિપૂર્વક પાપને ખંડિત કરનાર એવા શ્રીસંઘને માટે સુગધી જળ તથા પ્રકાશથી. સુસિક્ત અને પવિત્ર ચંદ્રવાથી વિભૂષિત એવી ધર્મશાળાએમાં મૃદુ અને ઉન્નત એવાં વિવિધ આસને મંડાવ્યાં. એટલે મંત્રીવરના ઉપધથી જિતેદ્રિય, સુવિનીત વેષધારી અને દેશાંતરથી આવેલો એ શ્રીસંઘ હર્ષ સહિત યથાકમે તે આસન પર જમવા બેઠા. પછી “આ સદાચારવંત શ્રીસંઘના પ્રતાપે ભારેકમી જીને પણ નિર્મળતા પ્રાપ્ત થાય છે” એમ ધારીને મંત્રીશ્વરે સવૃત્તિથી અવનિમંડળને પાવન કરનાર અને પંક્તિબંધ બેઠેલા, શ્રાવકધર્મના ભાજન, સમ્યગ્દષ્ટિ તથા અનેક ગુણોથી ભાસુર એવા શ્રીસંઘની આગળ બહુજ કિંમતી એવાં સુવર્ણનાં ભાજને (થાળ) મંડાવ્યાં, અને જાણે ગંગામાંથી લાવેલ હોય તેવા અત્યંત નિર્મળ અને કસ્તૂરીથી સુગંધી કરેલા એવા જળથી ભાજન