________________
૨૭૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મહારાજાએ પ્રથમ ભગવંતની અગ્રપૂજા કરતાં કહ્યું છે કે
ભાગ્યવંત ભવ્યજનોએ કરેલ ભગવંતની અગ્રપૂજા એ શિવશ્રીને વરવાના તાત્કાલિક આનંદની એક વણિકા (વાનકી) છે.”
પછી ત્યાં દિવ્ય તીર્થોદકથી ભરેલા સુવર્ણ અને રત્નના કળશથી જન્મસ્નાત્રની જેમ ભગવંતનું સ્નાત્ર કરીને ભરતેશ્વરે જગતને આનંદદાયક એવા નાભિનન્દનની ભક્તિપૂર્વક કપૂર અને કુંકુમમિશ્રિત ચંદન અને કુસુમાદિકથી પૂજા કરી અને ભગવંતની દરેક પ્રતિમા આગળ તેણે પૃથફ પૃથક કટિ રત્ન, માણિજ્ય અને મુક્તાફળ ભેટ ધર્યા. ત્યારપછી આનન્દ પામતી સુભદ્રાદિ મહારાણીઓએ કિંમતી માણિથી ભગવંતની નવાગે પૂજા કરી. તેમાં એક રાણીએ રત્નકટિથી મનહર અને પૂર્વે જાણે રત્નાકરે અર્પણ કર્યો હેય એ મુગટ ભગવંતને યતનાપૂર્વક પહેરાવ્યો. તિલંગપતિની પુત્રીએ માણિક્યનું તિલક, સુગ્રીવ રાજાની પુત્રીએ દિવ્ય કંઠાભરણ, સ્વચ્છ મનવાળી વત્સ રાજાની પુત્રીએ રત્નને શ્રીવત્સ, પોતે મુક્તામય એવી કોઈ રાણીએ સ્થૂલ મુક્તામય હાર, વસંત રાજાની પુત્રીએ મણિઓથી રચિત શીર્ષાભરણ અને કર્ણાટક રાજાની પુત્રીએ કણમાં બે દિવ્ય કુંડળ-એમ રાણીઓએ ભગવંતને દિવ્ય આભરણોથી અલંકૃત કર્યા. પછી ભગવંતને નમસ્કાર કરી ભરતે. શ્વરે સર્વ ચ પર સેનેરી અને રૂપેરી મહાધ્વજ ચડાવ્યા. ત્યારપછી તેણે શ્રીનાભ નામના કેવળી ભગવંત