________________
૨૮૪ શ્રોવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શ્રાવકને સંઘપતિના પદારેપણુરૂપતિલક કર્યા. વળી યથાયેગ્ય -વ્યય કરવામાં સમર્થ એવા ચાર વ્યવહારીઓને ગૌરવપૂર્વક મહીધર એવું પદ (બિરૂદ) આપ્યું. ત્યારપછી વિનયપૂર્વક પરિવાર સહિત સર્વ મુનિરાજને વિવિધ વસ્ત્રોથી સત્કાર કર્યો, અને સુકૃતી એવા તેમણે રત્નમય અલંકારે ભેટ કરીને વિરધવલ રાજાના મનમાં અતિશય પ્રેમ ઉપજાવ્યું, વળી તે પ્રસંગે મંત્રિરાજે અન્ય રાજાઓ વિગેરેને યુક્તિપૂર્વક સુવર્ણનાં કુંડલ, બાજુબંધ તથા રત્ન અને માણિક્યની મુદ્રિકાઓ આપી, અને સર્વ સંઘપતિઓને યથાકમે ભક્તિપૂર્વક પંચવર્ણનાં રેશમી વસ્ત્રો આપ્યાં. તેમજ વિવેકી એવા વસ્તુપાલે મુખ્ય મુખ્ય ૩૬૦૦૦ શ્રાવકને યુક્તિપૂર્વક રત્નથી ઉજજવળ એવા છત્રીસ હજાર સુવર્ણનાં તિલક આપ્યાં. કહ્યું છે કે-“શ્રાવકોનાં લલાટમાં વિધિએ લખેલી કુવર્ણ શ્રેણિને સ્નિગ્ધ કુંકુમપંકથી ભુંસાડીને તેણે એમના લલાટને સુવર્ણ શ્રેણિથી વિભૂષિત કર્યો, તેથી ખરેખર ! શ્રીમાન્ વસ્તુપાલ એક નવીન વિધાતાજ થયો.” વળી અનેક કવીશ્વરેને તેણે પ્રીતિપૂર્વક રત્ન, માણિજ્ય, શૃંગાર, અશ્વ અને વસ્ત્રાદિક આપીને પ્રસન્ન કર્યા. જંગમ કલ્પવૃક્ષ સમાન એવા તેણે યાચકોને અભીષ્ટાથે આપવાથી દેવતાઓની જેવા બનાવી દીધા.
તે અવસરે સર્વ ઉપદ્રવને દૂર કરનાર એવા નરચંદ્ર મુનીશ્વરે કલેશનો નાશ કરનારી ધર્મદેશના આપી કે
૧. સર્વ વ્યયના અધિકારી બનાવ્યા.