________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૮૭
મારા તાતના (સમુદ્રના) અસાધારણ વિનાશ શું તમે નથી જાણતા ?' વિષ્ણુએ કહ્યુ કે હે ભયભીત પ્રિયતમા ! તું ડરીશ નહીં, કારણ કે સ`ઘેંશ લલિતાપતિ જિનપતિના સ્નાત્રજળની નીક વહેવડાવીને એ સાગરને પાછા ગભીર અનાવી દેશે, માટે સતુષ્ટ થા.' આ પ્રમાણેની તે કવિની અદ્ભુત અર્થાત્પત્તિ સાંભળીને પ્રસન્ન થયેલા મત્રીશ્વરે તેનું સિહાસન સર્વ કવિની પહેલાં મડાવ્યું.
પછી વીરધવળ રાજાએ વસ્તુપાલને કહ્યું કેશ્રીસ્તંભતીર્થં પુરમાં તમે હેાંતેર દેવકુલિકા યુક્ત શ્રીવાટક નામે નવું રૌત્ય કરાવ્યું છે કે જે જોવાથી અતિશય આનંદ થયા છે. હવે જેમ કુમારપાળ રાજાએ તીર્થયાત્રા કરી તેમ તમે પણ પેાતાના રાજ્યની સુસ્થિતિને સૂચવનાર અને પાત્રોને અર્થ સાધનરૂપ થઇ પડે એવી અપૂર્વ તીર્થ યાત્રા કરે.' આ પ્રમાણે આશીષ આપીને રાજા પોતાના સ્થાને ગયા.
હવે મત્રીશ્વરે સ`ઘપતિની પદવી પામીને વિવિધ ગામા અને નગરાક્રિકમાં સર્વત્ર એવી ઉદ્ઘાષણા કરાવી કે-તીયાત્રાએ આવતાં જેમને વાહન, આસન, ભાતુ, સહાય અને ધનાર્દિક જોશે તે રસ્તામાં હું બધું પૂરૂ પાડીશ.' પછી મુહૂર્ત વેળા થતાં જ્યારે તેમણે પ્રયાણ કર્યું ત્યારે ઉભય પક્ષે વિશુદ્ધ અને વસુધા પર આવેલી સાક્ષાત્ ચતુર્વિધ ધમ લક્ષ્મીએ હાય તેવી ઉદ્દામ હાથણી પર બેઠેલી ચાર કન્યાએ તેમના પર ત્રણ છત્ર ધારણ કરવા લાગી. કેટલીક