________________
૨૮૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સજજનેના મરથ પૂર્ણ કરે છે, માટે આ કળિકાળમાં હવે અન્ય આલંબનથી સર્યું. ત્યારપછી મદન કવિ બે કે-“રાજ્યલક્ષ્મીનું પાલન અને વિદ્વાનોનું લાલન કરવામાં શ્રીવાસ્તુપાલની મતિ સદા આલસ્ય રહિતજ છે.” પછી સેમેશ્વર કવિ બે કે શ્રીવાસ્તુપાલ મંત્રીશ્રી પ્રાપ્ત થયેલાં મુગટ, કડાં, મુદ્રિકાઓ, તિલક, બાજુબંધ, હાર અને રેશમી વસ્ત્રોથી અલંકૃત થઈને પિતાને ઘરે આવેલા વિદ્વાને પિતાની આકૃતિ ફરી જવાથી વિવિધ શપથ (ગન) દઈને મહા મહેનતે પોતાની સ્ત્રીઓને પ્રતીતિ પમાડી શકે છે.” આ પ્રમાણેની સ્તુતિથી સંતુષ્ટ થયેલા અને દાતારોમાં અગ્રેસર એવા મંત્રીશ્વરે રાજાની અનુમતિથી એ સર્વેને પૃથફ પૃથફ એક એક લક્ષ દ્રશ્ન આપ્યા. એવામાં અમરચંદ્ર નામના કવીશ્વરને નિદ્રાવશાત્ શિરને આમ તેમ કંપાવતા જોઈને ધીમમાં મુગટ સમાન એવા વસ્તુપાલે કહ્યું કે-ગવેત્તાઓ માં પ્રશંસનીય અને આવી શ્રેષ્ઠ રાજસભામાં બિરાજતા એવા તમે કેમ નિદ્રારૂપ લલનાની લીલાને અત્યંત વશ થઈ ગયા છે ?” આ પ્રમાશેના સુધાસિંચન સમાન તેમના વાક્યથી તેણે તરત જાગ્રત થઈને કહ્યું કે-હે મંત્રી ! યેગીઓને કદાપિ નિદ્રા ન હોય, પરંતુ અમે સાવધાન થઈને લક્ષ્મી અને વિષ્ણુની પરસ્પર થતી વાત સાંભળીએ છીએ. વિષ્ણુ કહે છે કે-હે લક્ષ્મી પ્રિયે! આજે કેમ તારૂં મુખ શ્યામ થઈ ગયું છે ? લક્ષ્મી બેલી કે-“હે નાથ ! આપની મતિ મંદ થઈ ગઈ લાગે છે, જેથી સંઘના પ્રવાસથી ઉડનાર રજવડે થનાર