________________
૨૯૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પચીશ હજાર માટી પતાકાઓ ચારે બાજુ શોભતી હતી. આ સર્વ ઉજજવળ તંબુઓના મધ્યમાં ગુણજજવળ એવા શ્રી વસ્તુપાલ મંત્રીનો પાંચ વર્ણનાં રેશમી વસ્ત્રોથી રમ્ય, માણિજ્ય અને સુવર્ણન કલશાંક્તિ શિખર યુક્ત, અને સતત અપાતા સુપાત્રોને ઈચ્છિત દાનરૂપ જળથી જેનું આંગણું સિક્ત છે એ તેમજ ગુણવંતેને પણ વર્ણનીય એ રમ્ય તબુ ખરેખર ! પુષ્પસમૂહથી સુવાસિત થયેલ ઈંદ્રભવનની ઉપમાને ધારણ કરતા હતા. આ બધી એકાતપત્ર જિનશાસનના સામ્રાજ્યને સૂચવનારી સામગ્રી હતી.
શુભ મુહૂર્ત શુભ શકુને પૂર્વક વિબુધ જનોના સ્વાભાવિક બંધુ એવા મંત્રીશ્વરે પિતાને સ્વામીની આજ્ઞાથી પિતાના સમસ્ત બંધુવ સાથે જે વખતે પ્રસ્થાન કર્યું તે વખતે ફળ અને પુપે જેના હાથમાં છે એવી પ્રેમદાને સામે આવતી જોઈને આનંદ પામતા મંત્રીશ્વરે પિતાના મનમાં નિર્વિદને તીર્થયાત્રા થશે એ નિશ્ચય કરી લીધે. પછી ક્ષણભર વટવૃક્ષની નીચે ઉભા રહીને પોતાની પાછળ આવેલા સ્વજનેને પાછા વાળી અધ્વગામી એવા તે સુશ્રાવકે વામભાગમાં (ડાબી બાજુએ) ખરને સ્વર સાંભળે, એટલે તે પણ એક શુકન વિશેષ થયું.
ઇંદ્રિયનિગ્રહને માટે વસ્તુપાલ જે કે નિરંતર કેટલાક નિયમ પાળતા હતા, તથાપિ આ વખતે તેણે કેટલાક વિશેષ નિયમે ગ્રહણ કર્યા. સુજ્ઞ જને જે કે સ્વભાવેજ પવિત્ર હોય છે, તથાપિ અધિક પવિત્રતા પ્રાપ્ત કરવાનો