________________
'પચમ' પ્રસ્તાવ
૨૭૧ પાસે જઈને તેમને વંદન કર્યું, એટલે તેને ધર્માશિષ આપીને કેવળી મહારાજે ધ દેશના આપી કે તેજ મનુષ્યા ધન્ય અને કૃતકૃત્ય છે કે જેએ આ ગિરિ પર શ્રીયુગાદીશ્વરની પૂજા કરે છે. દધિ, ઘૃત, દુગ્ધ, શર્કરા અને જળ એ પંચામૃતથી જે ભગવંતનું સ્નાત્ર કરે છે તે અવશ્ય માક્ષે જાય છે. જેઓ એ ગિરિ પર જિનચૈત્યા કરાવે છે તેઓ જગતમાં મણિ અને રત્નનાં વિમાને પામે છે, એક ખાનુ વિવિધ તીર્થોમાં પુણ્યકર્મો કરવાં અને એક બાજુ શ્રીપુડીક ગિરિને વિધિપૂર્વક વંદન કરવું-એ બંને સમાન છે.' આ પ્રમાણે દેશના સાંભળી ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરી અંતરમાં શત્રુ ંજય ગિરિનું સ્મરણ કરતા ભરતેશ્વર પાતાના આવાસમાં આવ્યા.
*
હવે એ અવસરે ઈંદ્ર મહારાજે આવી ભરત રાજાને પ્રણામ કરી આનંદપૂર્વક કહ્યું કે-“શ્રીઋષભ પ્રભુ જગદુત્તમ હાવાથી અમને પૂજનીય છે અને તમે તેમના મુખ્ય પુત્ર, આદ્ય ચક્રવર્તી અને તીર્થોદ્ધારક છે, તેથી તમે પણ અમને માનનીય છે. તમે જે પ્રમાણે જિનપૂજા કરશે તે પ્રમાણે લેાકા તમારૂં અનુકરણ કરશે, માટે તમારે મારી કરેલ પૂજાનું બરાબર અનુકરણ કરવું.” ભરત રાજાએ આ વાતને સ્વીકાર કર્યા, એટલે ઈંદ્ર મહારાજાએ દેવા સહિત તાજા' પુષ્પાદિકથી વિધિપૂર્વક ભગવ'તની અર્ચા કરી, અને જિનપૂજા કરતાં શેષ રહેલ પુષ્પમાળાને વિવિધ દ્રવ્યસંચયથી દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરીને સુજ્ઞ એવા ઇંદ્રે પાતાના