________________
પંચમ પ્રસ્તાવ
- ૨૭૭
વાપરવું. આવા પ્રકારના વિધિથી નિષ્કપટ ભાવે યાત્રા કરવાથી ઘેર પાપ પણ નષ્ટ થઈ ભવાંતરમાં મુક્તિ મળે છે. કહ્યું છે કે-“ક્ષિતિતલના તિલક સમાન, રમ્યતા અને સંપત્તિના સ્થાનરૂપ, ત્રિભુવનમાં પૂજિત અને કલ્યાણના પાત્રરૂ૫ એવો સુરાષ્ટ્ર નામે દેશ છે. ચપળ કર્લોલરૂપ હાથવડે પશ્ચિમ સમુદ્ર જેનું કુરાયમાન એવા અતિશય ફેનથી અદ્દભુત લવણ ઉતારીને તેના તમામ દષ્ટિદેષોને હરે છે. તે દેશમાં આવેલા શ્રી શત્રુંજય તથા રેવતાચલ તીર્થ પર જે પ્રાણુ દાન, તપ, બ્રહ્મચર્ય અને દયામાં આદર લાવી યુક્તિપૂર્વક યાત્રત્સવ કરે છે તે એ તીર્થના અતિશયથી દુષ્કર્મને ધ્વસ્ત કરી કઈ જન્મમાં પણ નરક કે તિર્યંચગતિ તે પામતે જ નથી. એ પ્રમાણે ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવા શ્રીવિમલાચલ તથા રેવતાચલ તીર્થ પર જે સમ્યગ્દષ્ટિ પ્રાણીઓ સદવત્તમાં રક્ત થઈ પિતાના ન્યાયપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રોત્સવ કરે છે તેઓ અનુક્રમે હર્ષોત્કર્ષની સખીરૂપ તીર્થંકર પદવીને પામે છે.” इति श्रीमहामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्यप्रकाशके हर्षीके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदरसूरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरि शिष्यपंडितश्रीजिनहर्षगणिकृते पंचमः प्रस्तावः॥५॥
ષષ્ઠ પ્રસ્તાવ. ઉપરોક્ત દેશના સાંભળીને મંત્રીશ્વરે ઉત્સાહપૂર્વક ગુરૂ મહારાજને કહ્યું કે-“હે વિભેજે એમજ હોય તે