________________
૨૮૦
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હવે મંત્રીશ્વરની વિજ્ઞપ્તિ વાંચીને નિષ્પાપ વૃત્તિવાળા શ્રીમાન્ વિજયસેનસૂરી અનુક્રમે વિહાર કરતાં તે નગરે પધાર્યા. તેમનું આગમન સાંભળીને મેઘધ્વનિને સાંભળનાર કલાપી (મચૂર)ની જેમ આનંદ પામતા મંત્રીશ્વરે સ્વજનો સાથે તેમને પ્રવેશ મહત્સવ કર્યો. વિશાળ બુદ્ધિવાળા મંત્રીએ ગુરૂ આગમનના મહોત્સવમાં લક્ષ કેટિ ધનને વ્યય કરતાં પણ કંઈ દરકાર ન કરી. પછી માણિકયના કળશયુક્ત નવીન દેવાલયમાં સદ્દગુણેથી યેષ્ઠ, નાગેન્દ્ર તથા મલધારી ગરછના આચારમાં ધુરંધર એવા તે બંને આચાર્યોએ વિધિપૂર્વક સ્કુરાયમાન સૂરિમંત્રના મહત્સવ સહિત તેમની ઉપર સંઘપતિપણાને વાસક્ષેપ કર્યો.
તીર્થયાત્રાના પ્રયાણને દિવસ નજીક આવતાં પિતે કરાવેલા શત્રુ જ્યાવતાર નામના ચિત્યમાં પ્રથમ શ્રેય નિમિત્તે મંત્રીઓએ સંઘ સહિત ગીત અને નૃત્ય કળાથી રમ્ય, મહાધ્વજ અને મહાપૂજા વિધાનના વિધિથી મનહર તથા ઈંદ્રને પણ દુર્લભ એ અથી જનેના મને રથ પૂર્ણ કરવાપૂર્વક મજજનેત્સવ કર્યો. ત્યાર પછી વત્સલ એવા તેમણે શ્રીસંઘવાત્સલ્ય કર્યું. શ્રીવીરધવલ રાજાનું પણ પ્રશસ્ત વચનપૂર્વક ગૌરવ કર્યું, તથા શીલધારી અનેક સાધુઓને સન્માનપૂર્વક વિશુદ્ધ અન્ન, પાનાદિક આપીને તેમની ભક્તિ કરી. એ પ્રમાણે સત્કાર્ય કરતાં મંત્રીશ્વરના મને રથરૂપ તીર્થયાત્રાના પ્રયાણનો દિવસ આબે, કારણ કે મહાત્માઓનો ઈરિછત કાર્યસિદ્ધિમાં દેવ સદા અનુકૂળજ