________________
પંચમ પ્રસ્તાવ
૨૬૯ પર જિનપ્રતિમાયુક્ત જિનચૈત્ય કરાવતાં, પ્રતિદિન સ્વામિવાત્સલ્ય કરતાં, સર્વ ચામાં મજજનેત્સવ કરાવતાં, પ્રથમ પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા રચતાં, ત્રિશુદ્ધિપૂર્વક પડાવશ્યક (પ્રતિકમણ) આચરતાં, સર્વ લેકેને સન્માનપૂર્વક દાન દેવાવડે પિતાની સંપત્તિને સફળ કરવા સારૂ તેમના વિસ્તૃત મનારને પણ પૂર્ણ કરતાં, ત્રિવિધ શીલ પાળતાં, બાર વ્રત આચરતાં, યાત્રિકોને સુધા સમાન મધુર વાણીથી પ્રસન્ન કરતાં અને અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદથી દેને પણ ત્રાસ પમાડતાં ચતુરંગ સેના સહિત ભરત મહારાજા કમેકમે ચાલતાં સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં પ્રથમ દૂરથી શત્રુંજય ગિરિને જોતાં હસ્તી પરથી નીચે ઉતરીને આનંદપૂર્વક તેણે પંચાંગ પ્રણામ કર્યા. પછી કેવળી ભગવંતના મુખથી તીર્થરાજના માહાસ્યને શ્રવણ કરતાં તે દિવસે ભરતેશ્વર શ્રીસંઘ સહિત ત્યાં જ રહ્યા. પછી પવિત્ર પ્રદેશ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક મૌક્તિકના સ્વસ્તિકયુક્ત યક્ષકઈમનું મંડળ રચીને તેમજ સંઘ સાથેના ચિત્યમાં આદિનાથ પ્રભુની પ્રતિમાનું પૂજન કરીને શ્રીસંઘસહિત તેણે પુંડરીક ગિરિની પૂજા કરી. પછી બીજે દિવસે શુભ ધ્યાની અને ઉપવાસી એવા તેણે સંઘવાત્સલ્યપૂર્વક પારણું કર્યું. ત્યારપછી સુરાસુર અને મનુષ્યથી પગલે પગલે પૂજ્યમાન એવા ભરત રાજાએ શત્રુંજયના શિખર પર આરેહણ કર્યું. (ચડવા માંડ્યું.) ઉપર પહોંચતાં પ્રથમ શ્રીસંઘ સહિત રાયણ વૃક્ષને દિવ્ય મૌક્તિકથી વધાવીને તેણે પ્રદક્ષિણે દીધી. પછી વિશ્વને મનોહર એવા પ્રાસાદમાં પ્રવેશ કરીને ભારત