________________
* પંચમ પ્રસ્તાવ
૨૬૭
અનંતગણુ કરતાં પણ વધી જાય છે. અન્ય તીર્થોમાં કેટિ સુવર્ણનું દાન કરતાં જે ફળ થાય તેટલું ફળ અહીં માત્ર એક વસ્ત્રનું દાન કરવાથી પ્રાપ્ત થાય છે. શંત્રુજય ગિરિ તરફ એક એક પગલું ભરતાં ન્યાયી યાત્રિક છ માસની તપસ્યાનું ફળ પામે છે.”
ઈત્યાદિ દેશના આપી દેવાથી પૂજિત એવા શ્રીમાનું રષભ ભગવંત ગિરિને પ્રદક્ષિણા દઈને અન્યત્ર વિહાર કરી ગયા.
ત્યાર પછી પુંડરીકાદિ સાધુઓના પરિવારથી પરવારેલા પ્રથમ જિનાધીશને અનંત સિદ્ધોના સક્ષેત્રરૂપ આ તીર્થોત્તમ ગિરિરાજ પર રાયણ વૃક્ષની નીચે પધારેલા જાણુને ઈંદ્રના આદેશથી તે સ્થાનકે શ્રીમાન્ ભરત રાજાએ પાંચ ધનુષ્ય પ્રમાણ સુવર્ણ, મણિ અને માણિકયની પ્રથમ પ્રભુની પ્રતિમાથી અલંકૃત, સુવર્ણમય અને સુમેરૂના શિખર સમાન ઉન્નત એવો એક પવિત્ર પ્રાસાદ કરાવ્યો. તેમજ અજિતનાથ વિગેરે ભાવી તીર્થકરની પ્રતિમાઓ પણ ત્યાં વિશ્વગ્લાધ્ય મહોત્સવ પૂર્વક કેવળી ભગવંત પાસે પ્રતિષ્ઠા કરાવીને તેણે સ્થાપના કરી. પછી બત્રીસ હજાર મુગટબંધ રાજાઓ સહિત, કલ્પવૃક્ષની જેમ જગતના અભીષ્ટને પૂરનાર, ત્રણે લોકોને આશ્ચર્ય પાત્ર અને સંઘપતિઓમાં અગ્રેસર એવા પ્રથમ સંઘપતિ ભરત મહારાજાએ આ તીર્થની યાત્રા કરી કે
જ્યાં સુવર્ણ–મણિથી મંડિત અને ૩૨ હજાર રાજાઓનાં કરાવેલા બત્રીસ હજાર ઉન્નત ચિત્ય શોભતાં હતાં. તે