________________
પંચમ પ્રસ્તાવ
૨૬૫
ત્રણે જગતમાં એના સમાન ભીજું કઈ પરમ તીર્થ નથી. જેનું એક વાર નામસ્મરણ કરતાં પણ ઘણાં પાપો દૂર થઈ જાય છે. પચાસ જન પ્રમાણુ ક્ષેત્રમાં એને સ્પર્શ કરતાં પણ ઘણાં પાપ દૂર થઈ જાય છે. પચાસ એજન પ્રમાણ ક્ષેત્રમાં એને સ્પર્શ કરતાં પણ મુક્તિ પ્રાપ્ત થાય છે અને એનું સ્મરણ કરતાં પણ પ્રાણુ સંસારથી મુક્ત થાય છે, એટલા માટે એનું મુખ્ય શુગ (શિખર) મુક્તિદ (મુક્તિને આપનાર) એવા નામથી પ્રસિદ્ધ છે. જો કે અન્ય તીર્થમાં પણ પુણ્ય કરવાથી બહુ ફળ મળે છે, છતાં અહીં સુકૃત્ય કરતાં ક્ષેત્રના પ્રભાવથી અનંતગણું ફળ મળે છે. અન્ય તીર્થોની હજાર યાત્રા કરવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય શત્રુંજય તીર્થની એક યાત્રા એક યાત્રા કરવાથી થાય છે. તીર્થકરેથી જે ભૂમિ એક વાર પવિત્ર થાય તે પણ તીર્થ કહેવાય છે, અને અહીં તે અનંતા તીર્થકરે પધાર્યા છે માટે એ મહત્ તીર્થ કહેવાય છે. તીર્થકર કરતાં પણ એ તીર્થને સર્વોત્તમ જાણીને જગતના નેતા તથા કેવળજ્ઞાની એવા શ્રી પ્રથમ તીર્થપતિ અહીં અનંત સિદ્ધોથી પાવન થયેલ રાયણ પાવન થયેલ રાયણ વૃક્ષ નીચે સમવસર્યા; એટલે દેવોએ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્યાયુક્ત ભગવંતનું ત્યાં સમવસરણ રચ્યું. પછી ત્યાં સિંહાસન પર બિરાજમાન થઈને કષભ પ્રભુએ દેવ દાનવની પર્ષદામાં મેહને નાશ કરવાવાળી દેશના આ પ્રમાણે આપી કે–