________________
૨૭૪
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મૂત્તિ કરાવીને અનેક મહોત્સવ પૂર્વક ભક્તિથી સ્વસ્થાને તેનું પૂજન કર્યું. પછી પિતાના આ યુષ્યના પ્રાંત સમયે ગિરનાર ગિરિની નીચે અમરશક્તિથી એક સુવર્ણનું દિવ્ય મંદિર બનાવીને અન્ય બિંબ સાથે તે મૂર્તિ તેણે ત્યાં સ્થાપન કરી, તે મૂર્તિની અત્યારે પણ દેવો ત્યાં સદા પૂજા કરે છે, તેથી એ મહાતીર્થ સર્વ પાપનું હરણ કરનાર કહેવામાં આવેલ છે. શત્રુંજય તીર્થને અને એ તીર્થને વંદન કરતાં સમાન ફળ મળે છે. એ સુતીથની સિદ્ધાંતોક્ત વિધિપૂર્વક એક વાર પણ યાત્રા કરવામાં આવે તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે અને અન્યત્ર રહીને એ ગિરીશ્વરનું ધ્યાન કરતાં પણ પ્રાણી આગામી ચતુર્થ ભવમાં કેવળી થાય છે.”
આ પ્રમાણેની ઈંદ્ર મહારાજની વાણી સાંભળીને ભરતેશ્વર તરત જ સંઘ સહિત રૈવતાચલની યાત્રા કરવા ચાલ્યા. ત્યાં ભાવી તીર્થકર શ્રીનેમિનાથનાં ત્રણ કલ્યાણક થવાનાં છે એમ જાણીને તેણે ત્યાં એક સુવર્ણને મેટે સુરસુંદર નામે પ્રાસાદ કરાવ્યો. ઉંચા અગીયાર મંડપ તથા ચારે દિશાએ ચાર કારોથી તે અધિક શુભ હતો. ત્યાં ભવ્ય જનેને જાણે સાક્ષાત પુણ્યરાશિ હોય એવી અને શુભને સૂચવનારી શ્રી નેમિનાથ પરમાત્માની નીલરત્નમય (શ્યામ) મનહર મૂર્તિ તેણે સ્થાપના કરી. પછી ઈંદ્ર સહિત હસ્તિપદ કુંડમાં સ્નાન કરીને સત્કૃત્યેની સ્થિતિપૂર્વક ભરતેશ્વરે શ્રીનેમિનાથ ભગવંતનું પૂજન કર્યું.