________________
પંચમ પ્રસ્તાવ
૨૫૭ આવું છું.” વસ્તુપાલે કહ્યું કે-તે ઍકસભાની કંઈક વાત સંભળાવે. એટલે તે કવિરાજ બોલ્યા કે-“હે દેવ ! સ્વર્ગના કૈઈ દેવે ઇંદ્રને કહ્યું કે હે સ્વર્ગપતિ ! બહુ ખેદ થાય છે કે આપ નંદનવનના સ્વામી શા કામના ?” ઈંતે કહ્યું કે-તેમાં તને ખેદ શાને થાય છે?” તે બોલ્યો કે
એ વનમાંથી કલ્પવૃક્ષનું કઈ હરણ કરી ગયું છે. એટલે ઈદ્ર બેલ્યા કે-કલ્પવૃક્ષ કઈ હરણ કરી ગયેલ છે એવી શંકા તું લાવીશ નહીં, કારણ કે મનુષ્ય પર દયા લાવીને મેંજ તેને આદેશ કર્યો છે અને તેથી તે વસ્તુપાલના મિષથી અત્યારે વસુધાતલ પર તિલક સમાન શોભે છે.” આ પ્રમાણેની કવિરાજ ની નવીન ઉક્તિથી મુદિત થયેલા અને સુશિરોમણિ એવા મંત્રીશ્વરે તેને દશ હજાર સોનામહોરે બક્ષીસ આપી.
એક દિવસ બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રારહિત થઈ સર્વ અભીષ્ટના કારણરુપ એવા પંચ પરમેષ્ઠી મંત્રનું ધ્યાન તથા ક્ષણભર વિચાર કરીને ઋદ્ધિમાં ઈંદ્ર સમાન અને વિમળ આશયવાળા વસ્તુપાલ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે –“સર્વ પ્રકારની લક્ષ્મીયુક્ત રાજ્યવ્યાપારને પામીને મારે હવે વિશેષ ધર્મને સંગ્રહ કરે એજ યુક્ત છે. દુષ્ટ અરિષ્ટરુપ અંધકારને નાશ પમાડવામાં ધર્મજ સૂર્ય સમાન છે અને સર્વ અભીષ્ટ સુખ આપવામાં તે કલ્પવૃક્ષ સમાન છે. પૂર્વના પુર્યોદયથી મારે ત્યાં અખૂટ લક્ષ્મી ૧૭