________________
२६.
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સામગ્રીથી સર્વત્ર સુખાવહ છે. હમણાં બત્રીશ વર્ષ થયા તેવા પ્રકારના પ્રભાવિક પ્રૌઢ પુરુષના અભાવે તથા માર્ગમાં તૃણ, જળ અને અન્નપ્રાપ્તિના અભાવે ત્રણે લોકમાં ઉત્કૃષ્ટ એવા શ્રી શત્રુંજય તીર્થની તથા શ્રી રૈવતગિરિની સુરાસુર અને રાજાઓના અંતરને વિસ્મય પમાડે એવી અને મહાન આડંબરથી વિસ્તારવાળી યાત્રા કેઈએ પણ કરી નથી. જ્યારે મંડલી (માંડલ) માં રહેતા હતા ત્યારે મંત્રીપદ મળ્યા અગાઉ ભવતાપની પીડાને ઉચ્છેદ કરવા માટે પ્રથમ સંક્ષેપથી યાત્રા કરી છે, પરંતુ ધરણું પ્રમુખ દે, ભરત તથા સગર પ્રમુખ ચકવર્તીએ અને કુમારપાલ પ્રમુખ પ્રસિદ્ધ રાજાઓ એ તીર્થ પર આવી યાત્રા કરીને પાવન થયા છે. વળી વાભટ્ટ મંત્રીએ એ તીર્થની યાત્રા માટે એવો સંઘ કાઢયો હતે કે જેની ભૂત કે ભવિષ્ય કાળમાં ઉપમા જ મળી શકે નહીં. તેમજ ધરામંડળમાં પશ્ચિમ મંડળેશના બિરુદને ધારણ કરનાર અને સંપ્રતિ રાજા સમાન આભૂ શ્રેષ્ઠીએ એ બને તીર્થની શુદ્ધ વિધિથી અદ્દભુત યાત્રા કરીને અને સુવર્ણકુંભે સહિત પાંચસો જિનભવને કરાવીને પૂર્વે અષ્ટ કોટિ દ્રવ્યને સુપાત્રે વ્યય કર્યો છે. તથા આત્ ધર્મમાં તત્પર એવા શ્રાવકમાં મુગટ સમાન તથા કલિકાળમાં એક કૃપાવતાર એવા શ્રી કુમારપાલ રાજર્ષિએ શ્રીમાન્ હેમચંદ્રસૂરિના ઉપદેશથી સંઘ કાઢીને શ્રી શત્રુંજય તથા ગિરનારની પવિત્ર એવી મહા યાત્રા કરી છે, માટે અત્યારે સંઘપતિના પદથી વિભૂષિત થઈ પાત્રની શ્રેણીને પ્રિય એવી તીર્થયાત્રા જે