________________
* પંચમ પ્રસ્તાવ
-
૨૬૧
તમે આનંદપૂર્વક કરો તે ઘણા ભવ્ય જીને ભવ તરવાના કારણભૂત થવાને લીધે મહામંત્રીના પદથી પ્રાપ્ત થયેલ તમારી સમસ્ત પ્રકારની વિસ્તૃત સંપત્તિ ખરેખરી સફળ થાય.”
આ પ્રમાણેના આશીર્વાદપત્રને પિતાના અંતરમાં યથાસ્થિતપણે સ્થાપન કરીને મંત્રીશ્વરે તે શ્રાવકને બહુ દાનથી સંતુષ્ટ કર્યો, અને તેમને બોલાવવા નિમિત્તે શુભાશય એવા વસ્તુપાલે તેના જ હાથે ભક્તિગર્ભિત વિજ્ઞપ્તિપત્ર મેક. પછી નિર્મળ બુદ્ધિના નિધાન અને સદા ભક્ત એવા પિતાના તેજપાલ બંધુ સાથે યાત્રા કરવાનો નિર્ણય. કરીને આનંદનિમગ્ન એવા વસ્તુપાલ મંત્રીએ તરત જ ધર્મશાળામાં આવી નરચંદ્ર ગુરૂને વંદન કરીને પ્રશ્ન કર્યો કે-“હે સ્વામિન્ ! હમણું મારા અંતરમાં જાગ્રત થયેલ ધર્મચિતા નિર્વિદને સિદ્ધ થશે ? તે આપ કૃપા કરીને જણ.” એટલે નિમિત્તવેત્તાઓમાં મુખ્ય એવા ગુરૂ બેલ્યા કે-“હે મંત્રિનું ! તારા અંતરમાં તીર્થયાત્રાને મરથ છે, તે કલ્પવૃક્ષની જેમ નિર્વિદને એવી રીતે સિદ્ધ થશે કે જેથી સર્વ લોકેને અભીષ્ટાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે. આ તીર્થયાત્રાને તને જે મને રથ થયે છે એ તારા પ્રૌઢ ભાગ્યને આજે નવા અંકુર આવ્યા છે એમ સમજ. આવા ઉંચા પ્રકારના ધર્મમરથ ભાગ્યવંત જીવોને જ થાય છે, અને મહાભાગ્યશાળીને જ વિશેષ પ્રકારે તે ફળીભૂત થાય છે.” નરચંદ્ર ગુરૂની આ પ્રમાણેની ઉત્સાહપ્રેરિત વાણું સાંભળીને મંત્રીએ કહ્યું કે “હે ભગવન્! જે એમ હોય