________________
૨૫૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પ્રાપ્ત થઈ છે કે જે લોકમાં સર્વ અર્થને સાધનારી તથા રાજાઓને પણ પૃહણીય છે; પરંતુ લોકોને છેતરીને લક્ષ્મી મેળવી એનાથી જે સુકૃત ઉપાર્જન કરે છે તે ધૂર્ત ધુરંધર છે. વળી રાજવ્યાપારના પાપમાં રહીને તેના નિવારણ માટે જે સુકૃત કરતા નથી તે પુરુષો ધુડધોયા કરતાં પણ વધારે હીન (હલકા) છે માટે હવે પુણ્ય સંપાદન કરવા માટે પુનઃ વિસ્તારથી તીર્થયાત્રા કરું કે જેથી મનુષ્યજન્મની સાથે આ લક્ષ્મી પણ સફળ થાય કારણ કે તત્ત્વજ્ઞ પુરુષે સર્વ ધર્મકાર્યોમાં તીર્થયાત્રાને અધિક માને છે. અત્યારે રાજાના પ્રસાદી તીર્થયાત્રા કરવાની મને સર્વ પ્રકારની સગવડ છે, કારણ કે- સ્વામીના ગુણોથી પૂર્ણ અને વિદ્વાનેથી ભેજ રાજાના બિરૂદને પામેલ એ વીરધવલ રાજા અસાધારણ સ્વામી છે, વસ્તુપાલ કવિ છે, પ્રધાનમાં અદ્વિતીય એ તેજપાલ મંત્રીશ્વર છે, અને ગુણોથી અનુપમ તથા સાક્ષાત્ ગૃહલક્ષ્મી સમાન અનુપમા દેવી તેની પત્ની છે. વળી કુશાગ્ર બુદ્ધિમાનું તેજપાલ અત્યારે વિરધવલ રાજાનું રાજ્ય બરાબર ચલાવે છે. તે સ્વજન, પરજન, ઉત્સાહ અને સંપત્તિથી શ્રેષ્ઠ એવી આ સામગ્રી પામીને મેટાં ધર્મકાર્યો કરવાને પુણ્યગે આજે મને બહુજ સારે અવસર મળે છે, માટે ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા ગુરૂ મહારાજનો આદેશ મેળવીને મારી મતિ અદ્દભુત ધર્મકાર્ય કરવાને તત્પર થાઓ.”
આ પ્રમાણે મનમાં વિચાર કરી, શય્યામાંથી ઉઠી,