________________
૨૫૬
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દાન કરતાં પણ એક પ્રાણુને અભયદાન આપવાથી વધારે પુણ્ય થાય છે. કહ્યું છે કે-“હે ભારત! જીવદયાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય સર્વ વેદે, સર્વ ય અને સર્વ તીર્થાભિષેકથી પણ પ્રાપ્ત થતું નથી. મદિરાપાન કરનાર, બ્રહ્મહત્યા કરનાર તથા પરધન હરણ કરનારને ચાંદ્રાયણ વ્રત આચરવું પડે છે. જે પુરૂષે જન્મથી નિરંતર મધ, માંસ અને મને વજે છે, તેમને મુનિ સમાન કહેલા છે. વળી સૂર્યનાં કિરણોથી અસંસ્કૃષ્ટ, પ્રેતના સંચારથી ઉચ્છિષ્ટ તથા સૂક્ષમ જીવથી વ્યાપ્ત એવું રાત્રિભેજન કરવું તે પણ યુક્ત નથી. જે બુદ્ધિમાને રાત્રિભેજનને સદા ત્યાગ કરે છે તેમને એક માસમાં પક્ષેપવાસનું ફળ મળે છે.”
આ પ્રમાણે ગુરૂ મહારાજનાં વચન સાંભળીને રાજાએ જીવહિંસાદિ પાપથી વિરમવાને દૃઢ નિશ્ચય (નિયમ) કર્યો અને અનુક્રમે મંત્રીના સંગથી પવિત્રાત્મા એ. વીરધવલ રાજા સર્વ દર્શનેમાં જિનશાસનને શ્રેષ્ઠ માનવા લાગે.
એકદા દેવના જેવા આકારવાળે તથા ઘણા અલકારેથી શ્રેષ્ઠ કાંતિમાન્ કેઈ પુરુષ દૂર દેશથી મંત્રી પાસે આવ્યું, એટલે તેને સન્માન, દાન તથા આસન આપી સંતોષ પમાડીને મંત્રીએ પૂછ્યું કે બુદ્ધિથી માનનીય એવા આપ ક્યાંથી આવે છે એટલે તે
ત્યે કે-“સ્વર્ગમાં દેવાંગનાઓ ઈંદ્રની આગળ આપના ઉદાર ગુણની પ્રશંસા કરે છે તે જોવાને હું ઈંદ્રભવનમાંથી