________________
૨૫૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શકું? જે સર્વ અથ જનોને અભીષ્ટ દાન આપે તે જે રાજા કહેવાય છે તેમાં કશો દોષ નથી. યાદિષ્ટ યથી જે બ્રાહ્મણ અને દેવતાઓને પ્રસન્ન કરે તે ભલે વસુધા પર સમ્રાપદવીને ધારણ કરે, જે કુળપર્વતે સહિત પૃથ્વીને વિધિપૂર્વક જીતીને પિતાને સ્વાધીન કરે તે ભલે મહાતૃપ કહેવાય, પણ તેવા પ્રકારના ગુણ વિના જે પિતાના ખોટા મહત્વને પ્રગટ કરવા જાય તે મનસ્વી પુરૂષોમાં વંધ્ય એવા મહાવૃક્ષની જેમ નિસાર લાગે છે. પ્રજ્ઞાહીન મંત્રી અને શીલહીન યતિ જેમ ન શોભે તેમ દાન અને પરાક્રમહીન રાજા શોભતું નથી. સજજનો પાસે નમ્ર રહે, લક્ષમી અને વિદ્યાને ગર્વ ન કરે, અને શક્તિ છતાં ક્ષમાધારી હોયએવા રાજાઓ પુરૂષોત્તમ ગણાય છે; માટે મને નૃપ એવું પદમાત્ર જ એગ્ય છે, કારણ કે એશ્વર્યા વિના વૃથા ખ્યાતિ શેભતી નથી. વિપુલ હૃદયવાળા કેટલાક ભાગ્યવંત પુરૂષોએ આ જગતને ઉત્પન્ન કર્યું, કેટલાકએ તેને ધારણ કર્યું, કેટલાકેએ તેને દાનમાં આપ્યું અને કેટલાકે એ સર્વત્ર વિજય મેળવીને ચૌદ ભુવનનું રાજ્ય ભેગવ્યું, તે માત્ર કેટલાંક નગરના સ્વામિત્વની પ્રાપ્તિથી મારે ગવ શો કરશે ?”
આ પ્રમાણે યુક્તિયુક્ત વચનેથી રાજાએ રાજ્યાભિષેકની સામગ્રી તૈયાર કરતા મંત્રીઓને અટકાવ્યા, એટલે સર્વ લેકમાં ગરિષ્ઠ એવા તે રાજાના નિરહંકારપણાથી મુદિત થયેલા મંત્રીઓએ ભક્તિપૂર્વક તેના પર પિતાના બે લક્ષ સુવર્ણનું છન કરી નૃપાજ્ઞાથી તેનું દીન અને દુઃસ્થિત જનેને દાન કર્યું.