________________
પંચમ પ્રસ્તાવ
૨૫૩:
છે. હે રાજન્ ! ધન, ધર્મ, રણઘમ, દાન, માન, મહાજન, શાસ્ત્ર અને શાસ્ત્રમાં અત્યારે આપના સમાન વસુધા. પર બીજે કઈ રાજા નથી. આપના પ્રતાપથી પરમ ઉન્નતિને પ્રાપ્ત થયેલ આ પ્રજા કદાપિ સ્વચક કે પરચકના ભયને પણ જાણતી નથી. હે દેવ ! સમસ્ત વસુધાનું તમે રાજ્ય કરે છે એટલે પ્રજાના પ્રતિભવને ઉત્સ વત રહ્યા છે, સજજનેને માન્ય એવા ન્યાય તથા તથા ધર્મ આપના રાજ્યમાં સર્વત્ર અખલિત અને પરસ્પર બાધારહિત વર્તે છે, દૈત્યથી ત્રાસ પામતા દેવ જેમ ઈંદ્રનું શરણ લે તેમ પિતાના પદથી ભ્રષ્ટ થતા સર્વ રાજાઓ આપના ચરણનું શરણ લે છે. હે સ્વામિન્ ! કલ્પવૃક્ષે પાસેથી દેવેની જેમ આપના મંદિરમાંથી અત્યારે અથ જને પોતાની આરાઓ પૂર્ણ કરીને પોતાના ઘર ભણી જાય છે, માટે કૃપા કરીને આપ આદેશ આપે કે જેથી મહોત્સવ સહિત આ૫ને મહા-રાજ્યાભિષેક અમે કરીએ.”
આ પ્રમાણેનાં સુધા સમાન મધુર વચનોથી પ્રસન્ન થયેલા રાજાએ મંત્રીઓને કહ્યું કે નિર્મળ સ્વામિભક્તિના રસાવેશને વશ થયેલા, કૃતજ્ઞ, પ્રધાને માં શ્રેષ્ઠ અને સૌજન્ય તથા આર્જવયુક્ત એવા તમે મારા પર એકાંત અનુરાગથી રક્ત છે, તેથી એ પ્રમાણે કહે છે, પરંતુ મારામાં તે કશો મહિમા દેખાતો નથી. સમુદ્ર પર્યત વસુધાને જીત્યા સિવાય, વિવિધ યજ્ઞ કર્યા સિવાય અને અથ જનને અભીષ્ટ અર્થ આપ્યા સિવાય હું રાજાજ શી રીતે કહેવાઈ