________________
પંચમ પ્રસ્તાવ
૨૫૫
એક દિવસે શાસ્ત્રસમુદ્રના પારંગામી એવા વસ્તુપાલ મંત્રીએ પોતાના રાજાને સર્વ પ્રાણુઓ પર દયા જેઈને મહાભારતના બત્રીશમા અધિકારમાં આવેલ ગાંગેય અને ધર્મપુત્ર વિગેરે રાજાઓનું ઉત્તમ આખ્યાન, તથા શિવપુરાણના અઠયાવીસમા અધિકારમાં આવેલ મદ્ય, માંસના પરિહારથી થતા પુણ્યને જણાવનાર આખ્યાન યથાવસરે સક્તિપૂર્વક વારંવાર સંભળાવીને માંસભક્ષણ તથા મદિરાપાનના નિષેધરૂપ નિર્મળ ગ્રતયુક્ત, શિકારની કીડાથી મુક્ત, પર્વ દિવસે રાત્રિભેજનને ત્યાગી અને પરસ્ત્રીગમનથી પરામુખ કર્યો.
એકદા રાજાએ ચાર વેદના જાણનાર એવા દેવપ્રભ ગુરૂ પાસે સમ્યગ્માગને પ્રકાશ કરનારી એવી દેશના સાંભળી કે “એક પુરૂષ સે વર્ષ પર્યત અશ્વમેઘ યજ્ઞ કરે અને એક પુરૂષ માંસનો ત્યાગ કરે-એ બંનેનું તુલ્ય ફળ કહેલ છે. શિવભક્તિ ક્યાં અને માંસભક્ષણ ક્યાં? શિવાર્ચન ક્યાં અને મદ્યપાન ક્યાં ? મઘ-માંસમાં આસક્ત થયેલા પુરૂષોથી શંકર સદા દૂર રહે છે. જે માંસભક્ષણ કરે તેનાં દાન, હેમ, પૂજન અને ગુરૂવંદન-એ બધાં નિરર્થક થાય છે.
જ્યાં જીવ છે ત્યાં શિવ છે, શિવ અને જીવમાં ભેદ નથી, માટે શિવભક્તિ કરવા ઈચ્છનારે કઈ જીવની હિંસા ન કરવી. જીવહિંસા કરનારા પુરૂષ વેદ, દાન, તપ કે યજ્ઞથી પણ કઈ રીતે સદ્ગતિને પામતા નથી. હે યુધિષ્ઠિર ! સુમેરૂ જેટલા કાંચનના દાન કરતાં અને સમસ્ત પૃથ્વીના