________________
૨પર
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સુવર્ણદષ્ટ્રિકા, આરેહણને માટે અશ્વ તથા એક લક્ષ દ્રશ્નની આજીવિકા બાંધી આપીને તેને સંતુષ્ટ કર્યો. ત્યારથી વીરધવલ રાજા પ્રજાને ચંદ્રમાની જેમ વલ્લભ અને પિતાની જેમ હિતકારક થઈ પડ્યો. સમસ્ત રાજવર્ગમાં ધર્મરાજની જેમ વિસ્તૃત લક્ષ્મીવાળે એ તે રાજા સદાફળદાતાપણે પ્રસિદ્ધ થયે. કવિ કહે છે કે-ઈ કોધથી વજી છોડતાં જે પિતાના તાતને મૂકીને કયાંયે લીન થઈ ગયે–એ આ મિનાક પર્વત શા માટે પિતાની ગુરુતાને ગર્વ કરે છે? કેમકે જેણે પિતાના પિતા સમક્ષ યુદ્ધમાં બહાદૂરી બતાવીને પોતાનું પરાક્રમ પ્રગટ કર્યું છે એવો આ વીરધવલ રાજા તો કાંઈ પણ ગર્વ કરતું નથી.” આ પ્રમાણે કવિઓથી સ્તુતિ કરાતો અને તેમને સન્માન આપતે મહાપ્રતાપી વરધવલ રાજા સૂર્યની જેમ પ્રતિદિન ઉદય પામવા લાગે.
એકદા પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉજજવળ, પોતાના દર્શનપ અમૃતસિંચનથી જગજજનોને જીવાડનાર અને વસુધા પીઠ પર આળેટતા રાજાઓથી આશ્રિત એવા રાજસભામાં બિરાજેલા વરધવલ રાજાને પોતાના લઘુ બંધુ સહિત પ્રણામ કરીને વસ્તુપાલ મંત્રીએ વિજ્ઞપ્તિ કરી કે“હે દેવ ! શત્રુ વિગેરે કંટકનું સર્વથા ઉચ્છેદન કરી આ સમરત ગુજરભૂમિને આપે ગૃહાંગણ જેવી બનાવી દીધી છે. ગોવાળે જેમ કેદારને સેવે તેમ રાજકરને આપનારા દેશાંતરના રાજાઓ આપના ચરણકમળની સેવા કરી રહ્યા