________________
૨૪૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
જગતમાં તમે પુણ્યવત પુરૂષોમાં અગ્રેસર છે અને તમારા સાતે ધાતુઓ પણ જિનપ્રવચનરસથી સ`સિક્ત છે, તેા કમ પકને દૂર કરનાર તમારા ચરણના દર્શન અને સ્પર્શનથી કેમ વિશુદ્ધિ ન થાય ?' આ પ્રમાણે ઉદાત્ત અને નિર્મળ અર્થયુક્ત રાજાની બહુવાર સ્તુતિ કરીને અને તેના ભવનમાં સુવર્ણ રત્નાને વરસાવીને તેને પ્રણામ કરી તે દેવ સત્વર પેાતાના સ્થાને ચાલ્યા ગયા.
પછી જિનધમ માં પ્રવીણ એવા નરવર્મા રાજા જિનચૈત્ય અને જિનબિંબાદિક સુકૃત્ય કરતાં સુરાસુરને નમસ્કાર કરવા લાયક તથા સમ્યગ્દષ્ટિ જીવાને પ્રશસ્ત હિતકારક એવા જિનશાસનની ઉન્નતિ કરવા લાગ્યા. તેમજ સુજ્ઞ સમાજનું પાણ કરતા તે રાજા સેકડા સુકૃત્યા યુક્ત, તથા શ્લાધ્ય સુખાથી અનધ્ય એવી પેાતાની પ્રાજ્ય સામ્રાજ્ય લક્ષ્મીને ન્યાય, વિનય, વિવેક તથા અનેક પ્રકારનાં દાનથી કૃતાર્થ કરવા લાગ્યા. એ પ્રમાણે સમ્યક્ત્વના ગુણાથી ગરિષ્ઠ અને વિશુદ્ધ એવા ધર્માંમાનું આરાધન કરી પ્રાંતે શાંતિપૂર્વક અનશન સ્વીકારી મરણ પામીને નરવર્મા રાજા દિગ્ન્ય વિમાનના સ્વામી-દેવ થયા. ત્યાંથી ચ્યવી સુખાથી અભિરામ તથા સુકૃત્યાના એક સારરૂપ રાજલક્ષ્મી પામીને કરજથી મુક્ત અને ત્રણે જગતને નમસ્કાર કરવા યાગ્ય એવા તે રાજા પચમ ગતિને પ્રાપ્ત કરશે.
એ પ્રમાણે સમ્યક્દઢતાના ફળને જણાવનારી એવી શ્રી નરવર્મા રાજાની કથા સાંભળીને હે ભવ્ય જને !