________________
પંચમ પ્રસ્તાવ
૨૪૧ –એમાં જે જે એમને અત્યારે રૂચે તે ભલે અજ્ઞ એવા મારા પર પરમ પ્રસાદ કરીને ગ્રહણ કરે. સ્વચ્છ મનવાળા એવા આપ જેવા તે સવત્ર વત્સલજ હોય છે. આવાં સુધાપાન સદશ તેનાં મૃદુ વાક્યોથી આંદ્ર થયેલ દેવે અવધિજ્ઞાનથી તેનું યથાસ્થિત સ્વરૂપ જાણું કે પપ્રકૃતિ અને વિકુલી દેવમાયાને ત્યાગ કર્યો અને તે ગુરુષધારી સ્કુરાયમાન કાંતિવાળો સાક્ષાત્ દેવ થઈ ગયો, એટલે પરબ્રહ્મના
સ્વરૂપ જેવું તે દેવનું રૂપ જોઈને વિસ્મય પામતે રાજા વિચારવા લાગ્યું કે આ શું આશ્ચર્ય ?” એવામાં રાજાના શિર પર કલ્પવૃક્ષનાં નવીન પુપની વૃષ્ટિ કરીને આશ્ચર્ય પમાડનાર એ તે દેવ અંતરમાં આનંદ પામતે બેલ્ય કે-“હે રાજન્ ! વિશાળ મહિમાના સ્થાનરૂપ અને સુરાસુર સર્વ દેવોને વંદનીય એ તુંજ ધન્ય છે. શ્રીમાન સુરેંદ્ર પણ વિસ્મય પામીને પોતાની સભામાં તમારા ગુણની
સ્તુતિ કરે છે. તેના આદેશથી તમારી સમ્ભત્વ દૃઢતાની પરીક્ષા કરવા માટે હું દેવમાયા રચીને ધરતીતળ પર આવ્યા હતું, પરંતુ સમ્યક્ત્વની દઢતામાં તમારા સમાન અન્ય કઈ નહિ હોય કે જેનું મન સાધુઓનું આવું દુષ્યષ્ઠિત જેવાથી પણ શુભિત ન થયું, માટે હે રાજેદ્ર! કુમુદકંદના છેદ સમાન શુભ્ર એવા તમારા યશથી આ સમસ્ત વિશ્વ તમારા ધામની જેમ ધવલિત થયેલું દેખાય છે, મોક્ષલક્ષમી તે તમારા કરતલરૂપ કમળમાં ભ્રમરી સમાન જણાય છે, પૂર્વનું તમારૂં સમસ્ત દુષ્કૃત નાશ પામી ગયું છે, આ
૧૬