________________
પંચમ પ્રસ્તાવ
૨૪૭
તરમાં પણ ભવતાપ શાંત થઈ જાય છે” એમ ધારી મંત્રીરાજ તેમને પંખાથી શીતળ પવન નાખવા લાગ્યા અને તેમનો તાપ દૂર કરવા લાગ્યા. ત્યારપછી મંત્રીએ સત્તત્ત્વરૂપ સૌરભ્યથી પરિપૂર્ણ એવા શ્રીસંઘનું કર્પરના અદ્દભુત સુગંધથી મિશ્ર એવા ગેરસ (દુધ) થી ગૌરવ કર્યું, અને
આ શ્રીસંઘ જિનધર્મરૂપ શ્રેષ્ઠ લક્ષ્મીનાં તથા શાંતરૂપ મહારસનાં નિધાનભૂત છે.” એમ ધારી તેજપાલ મંત્રીએ ભક્તિપૂર્વક દહીંથી તેમના થાળ ભરી દીધા, અને શ્રાવકપણની મુદ્રા યુક્ત તથા દોષ માત્રને દૂર કરનાર એવા શ્રાદ્ધ જનને પ્રસન્ન કરવા માટે મંત્રીએ તેમાં સર્વ દોષને હરનાર એવું સમુદ્રનું લવણ નાખ્યું. અમારું અનુષ્ઠાન શિષ્ટ લે કોના અરિષ્ટને નષ્ટ કરે છે એમ ધારી કેટલાક શ્રાવકો કેવલ છાશ પીવા લાગ્યા. પછી સુગંધી અને નિર્મળ જળથી તેમણે ચાલુ કર્યા, અને જગતને પવિત્રતાના હેતુભૂત એવા તેઓ પવિત્ર થઈને બેઠા. એટલે “આ શ્રાવકે પિતાના ગુણથી વિશ્વશ્રીના તિલક સમાન છે” એમ ધારી મંત્રીશ્વરે તેમના લલાટમાં કુંકુમરસનાં તિલક કર્યા, અને “એમની ભક્તિ કરનારને સમસ્ત અક્ષય સંપત્તિ વશવતી થાય છે એમ ધારી તેણે પિતાના હાથે તે તિલક પર અક્ષત સ્થાપન ર્યો. પછી કેશર અને કરથી મિશ્ર એવા ચંદનના વિલેપનથી તેમને સત્કાર કર્યો, તેમજ સુરંગથી સુભગ તથા સેપારી વિગેરેથી મિશ્ર એવાં નાગરવેલનાં પાનબીડાંથી તેમને આનંદિત કર્યા.
આ પ્રમાણે વિધિપૂર્વક શ્રીસંઘનું વાત્સલ્ય કરીને તે