________________
પંચમ પ્રસ્તાવ
૨૪૯
સત્તત્ત્વત્રયના યોગે જેમ સદષ્ટિ કહેવાય છે તેમ સાકર, લોટ અને સારા વ્રતના ગે તેના માદક થાય છે. વિવિધ ધર્મકૃત્યમાં જેમ સદષ્ટિની રુચિ ઉલસાયમાન થાય છે તેમ એ માદકને આસ્વાદ લેતાં ભવ્ય પ્રાણીને આનંદ થાય છે. નવ તત્ત્વના પરિજ્ઞાનથી જેમ દષ્ટિ વધારે દીપ્ત થાય છે તેમ વિવિધ ચૂર્ણ નાખવાથી એ માદક અધિક સ્વાદિષ્ટ થાય છે. ગ્રંથિભેદ કરતાં જેમ પ્રાણ સમ્યક્ત્વ પામે છે તેમ એ માદક પણ ગ્રંથિભેદ (ખરચ) કરવાથી જ પ્રાપ્ત (તૈયાર) થાય છે. જેમ સ્વર્ગસુખ-એ સમ્યક્ત્વરૂપ વૃક્ષનું પુષ્પ છે તેમ દેવકુસુમથી સંયુક્ત કરતાં એ માદક વધારે ચિકર લાગે છે. જેમ સમ્યકત્વી પ્રાણી જગતમાં સદ્દવૃત્તિથી શેભે છે તેમ એ માદક પણ બરાબર વૃત્તાકાર હેય છે, તે જ જેનારને આનંદ થાય છે. સમ્યક્ત્વ તથા વ્રતથી પવિત્રાત્મા જેમ શ્રીસંઘ તથા ગુરુના સવાસ (વાસક્ષેપ)થી વાસિત થાય છે તેમ એ મોદક કસ્તૂરી વિગેરેથી વાસિત થાય છે. એ પ્રમાણે માદક બનાવી તેને સુવર્ણ, રત્ન અને માણિકષથી સંયુક્ત કરી મંત્રીશ્વરે સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાનું વાત્સલ્ય કરવાની પ્રબળ ઈચ્છાથી ગુજરાતમાં દરેક ગામ, પુર અને પિત્તનમાં આદરપૂર્વક દરેક શ્રાવકને ઘરે મોકલાવ્યા. એ રીતે આહંત ધર્મકૃત્યમાં ઉત્કૃષ્ટ એવું સમ્યફઘાન પન કરીને વિવેકી એવા તેમણે ઉત્તમ સાધુજનની પણ વિશેષ પૂજા (ભક્તિ) કરી.
એકદા પ્રજાજનેના આનદરૂપ કંદને સુધાના મેઘ