________________
પંચમ પ્રસ્તાવ
૨૪૩
સમસ્ત કલ્યાણુના કલ્પવૃક્ષરૂપ સમ્યક્ત્વમાં પોતાના મનને દૃઢ કરે. તે સમ્યક્ત્વમૂળ યતિધમને જિનેશ્વર ભગવતે દશ પ્રકારે કહેલા છે. તેમાં ક્ષમા તે ક્રોધને ત્યાગ, માવ તે માનનુ મન, આર્જવ તે કપટના ત્યાગ, મુક્તિ તે નિર્લોભતા, ખાર પ્રકારે તપ, સત્તર પ્રકારે સયમ, હિતકર અને પ્રિય વચન તે સત્ય, શૌચ તે પરધનને ત્યાગ, બ્રહ્મ તે સ્ત્રીસંગનુ વજન અને પરિગ્રહના ત્યાગ તે કિચન -એ રીતે યતિધર્મના દશ પ્રકાર છે. બીજો ગૃહસ્થધર્મ પાંચ અણુવ્રત તથા સાતશિક્ષાવ્રત-એમ આર પ્રકારે કહેલા છે. દેશથી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહની વિરતિ-એ પાંચ અણુવ્રત કહેવાય છે; તથા દિશિપરમાણુ, ભાગાભેાગ પિરમાણુ, અનદંડ ત્યાગ, સામાચિક, દેશાવકાશિક, પૌષધ તથા અતિથિદાન—એ સાત શિક્ષાવ્રત કહેલાં છે. જે સુજ્ઞ પ્રાણી સાધુધમ યા શ્રાવકધર્મને આરાધે છે તે વિવિધ વ્યાધિથી વિકટ એવા આ સ'સારરૂપ ખાડામાં પડતાં ખચી જાય છે.”
આ પ્રમાણે સમ્યક્ત્વરૂપ અમૃતને સિંચનારી શ્રીસદ્ગુરૂની વાણી સાંભળીને સંસારમાં ભમાવનાર એવી તીવ્ર મિથ્યાત્વ ભાવનાને ત્યાગ કરી શ્રીવસ્તુપાલે પોતાના બંધુ સહિત શુભ મુહૂતૅ નિષ્કપટ ભાવે ઉત્સવપૂર્વક સમ્યક્ત્વ રત્ન ચુક્ત ગૃહસ્થધના સ્વીકાર કર્યાં. પછી વિધિજ્ઞ તથા
* પ્રથમનાં ત્રણ ગુણવ્રત ને પાછલાં ચાર શિક્ષાવ્રત એમ પણ
કહેવાય છે.