________________
પંચમ પ્રસ્તાવ
૨૩૮
જનોને મોહ પમાડતે અને અનુકમે વિહાર કરતે તે વિજયાનગરીમાં આવ્યું. ત્યાં રાજમંદિરમાં આવીને તે ઉભો રહ્યો એટલે રાજાએ પોતાના ગુરૂને પધારેલા જોઈને મનમાં આનન્દ પામી તેમને વંદન કર્યું. પછી રાજાએ પોતે આપેલા સુવર્ણસિંહાસન પર તે આચાર્ય ધર્મલાભ આપીને મુનિમંડળ સહિત બિરાજમાન થયા; એટલે સમ્યગૂ વિધિપૂર્વક તેમને વંદન કરીને વિનયી રાજા ધર્મશ્રવણ કરવાની ઈચ્છાથી તેમની સન્મુખ બેઠે. એવામાં તે સાધુઓ હાથમાં ઢાલ તરવાર રાખનારા, વિકારથી વિકૃત મુખવાળા અને ઉદ્ધત તથા મહાયુદ્ધને કરવાવાળા સુભટ બનીને કોધથી પરસ્પર કહેવા લાગ્યા કે “આ માયાવી અને પાપી શ્રાવક રાજાને બાંધી લે.” એટલે વ્યાધ જેમ મૃગને બાંધે તેમ કેટલાક ભયંકર સુભટેએ રાજાને કૌંચબંધને બાંધી લીધે. એવામાં ગુરૂવેષધારી દેવે વિશેષ રોષ લાવીને સાધુઓને કહ્યું કે મારો-એ દુરાચાર શઠને.” એટલે તેમણે યષ્ટિ, મુષ્ટિ અને તીક્ષણ કરવાના નિર્દય રીતે વારંવાર પ્રહાર કરીને રાજાને બહુજ પીડા ઉપજાવી. આ પ્રમાણે તેમનું લોકગહિત દુષ્ટિત જોઈને પોતાની ક્ષમાસ્વામી (પૃથ્વીના રાજા)ની પદવીને સત્ય કરી બતાવતા, પુણ્યના ભંડાર તથા વિનયથી નમ્ર એવા રાજાએ ગુરૂના ચરણકમળનો સ્પર્શ કરી ગેરસ જેવાં શીતળ વચનથી બહુજ કેમળતાપૂર્વક કહ્યું કે-“હે ક્ષમાનાથ ! હે કૃપાસાગર વિભે ! આ આપના સેવકે છે અપરાધ કર્યો છે તે જણાવો. હે સ્વામિન્ ! સુધાસાગરમાં મગ્ન થયેલા મુનિઓને સમસ્ત શુભ સ્થિતિને