________________
૨૩૮
શ્રીવતુપાલ ચરિત્ર ભાષાંતર એકદા અવધિજ્ઞાનવડે ગામ, આરામ અને પુરાદિક સમસ્ત ભરતક્ષેત્રનું અવલેકન કરતાં સૌધર્માધિપતિને વિજયા નગરીમાં પ્રૌઢ પ્રતાપથી અને પ્રસરતી પ્રભાથી જાણે બીજે સૂર્ય હોય તે, સુરાસુર અને મનુષ્યથી અક્ષોભ્ય, સમ્યક્ત્વ વ્રતથી વિભૂષિત, જિનશાસનરૂપ સમુદ્રને ઉલ્લાસ પમાડનાર, તથા શિષ્ટ જનોને સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન એવો નરવર્મા રાજા જેવામાં આવ્યું, એટલે અંજલિ જેડી તેને નમસ્કાર કરી ઇંદ્ર આ પ્રમાણે તેની સ્તુતિ કરી -ઓજસ્વી જેમાં આદ્ય અને દેવને પણ વંદનીય એ નરવર્મા રાજા વિજયાનગરીમાં વિજયવંત વતે છે. આ પ્રમાણેનું સુરેદ્રનું કથન સાંભળીને જિનવચનને જાણતાં છતાં પણ કંઈક મિથ્યાત્વથી મૂઢ બનેલા એવા સુવેલ નામના દેવતાએ પિતાના અંતરમાં વિચાર કર્યો કે–એશ્વર્યને વશ થયેલા આ દેવેંદ્ર પોતાની ઈચ્છાનુસાર ગમે તેમ બોલે છે. એક મનુષ્યમાત્રમાં તે કેટલું સત્વ હોય ? વિષમ કાર્યમાત્રમાં જેનું મન ચન્યા કરેતેની વ્રતમાં પણ કેટલી સ્થિરતા હોય ? જ્યાં સુધી મનુષ્યને સંસાર સંબંધી કાર્ય ઉપસ્થિત થતું નથી ત્યાં સુધી જ તેમનાં જપ, તપ અને નિયમો અખંડ રહે છે. આ પ્રમાણે તેને મનોભાવ જાણું છું તેને કહ્યું કે-“હે ભદ્ર ! હું તને આજ્ઞા કરૂં છું કે ભૂતળ પર જઈને તે રાજાના ગુણ માહાસ્યની તું પરીક્ષા કર.” એ રીતે ઈંદ્રને આદેશ થતાં ભરતક્ષેત્રમાં આવીને તેણે દેવમાયાથી ગુણકર ગુરૂનું રૂપ વિકુવ્યું, અને પાંચસે સાધુઓથી પરિવૃત્ત થઈ વસુધા પર મુગ્ધ