________________
૨૩૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પછી આચાર્ય મહારાજ પુનઃ બોલ્યા કે –“હે રાજન્ ! વૈલોક્યની લક્ષ્મીને પામવાના કારણરૂપ એવા આ સમકિત તત્વની પ્રાપ્તિ થતાં કયા પદાર્થો (જાણવા લાયક) છે, કયા પદાર્થો ઉપાદેય (આદરવા લાયક) છે અને કયા પદાર્થો હેય (ત્યાગ કરવા લાયક) છે તે સંક્ષેપથી સાંભળ. જીવાદિ તમાં રમણતા, સમ્યગ્દષ્ટિ વ્રતધારીઓની સેવા, ઉસૂત્ર પ્રરૂપકને અને કુદર્શનીઓના પરિચયન ત્યાગ-એ ચાર પ્રકારની શ્રદ્ધાનું પરિપાલન કરવું. જિનપ્રણીત પરમાગમને શ્રવણ કરવાની ઈચ્છા, ધમકૃત્યમાં અત્યંત અનુરાગ અને શ્રીમાન્ જિનેશ્વર તથા જિનમતાનુયાયીની ભક્તિ-એ સમ્યફત્વનાં ત્રણ લિંગ છે. પંચ પરમેષ્ટી, ધર્મ, શ્રત, શાસન, ચિત્ય અને સમ્યક્ત્વ- એ દશને વિનય કરવારૂપ વિનયના દશ પ્રકાર છે. જિનદેવ, જિનમત અને જિનધર્મની ભક્તિ-એજ સંસારમાં સારરૂપ છે એમ મનમાં ધારવું, કહેવું ને આચરવું તે શુદ્ધિના ત્રણ પ્રકાર છે. શંકાદિક પાંચ દેશે (દૂષણો) સમ્યકત્વને સર્વ રીતે મલિન કરનારા છે માટે તે હેય છે. જિનશાસનમાં કૌશલ્ય, શાસનની પ્રભાવના, તીર્થભૂમિની સેવા, ભક્તિ અને સ્થિરતાએ પાંચ ગુણ સમ્યકત્વને સુશોભિત કરનારા હોવાથી ભૂષણરૂપ છે. હે રાજન્ ! શમ, સંવેગ, નિર્વેદ, કારુણ્ય, અને આસ્તિક્ય-એ સમ્યફત્વનાં પાંચ લક્ષણ છે. કુતીથીઓના દેવ, ગુરૂઓ તથા તેમણે સ્વીકારેલ જિનમૂર્તિને પણ પ્રણામાદિક ન કરવા, અર્થાત તેમની સાથે સંભાષણ, આહાર પુષ્પાદિ દાન, પ્રદાન, સ્તુતિ, પ્રણામ અને આલાપ ન કરવા.