________________
૨૩૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મુનીંદ્રને આનન્દપૂર્વક વંદન કરવા આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક ભૂતલ પર મસ્તક નમાવીને તેણે ગુરૂમહારાજને નમન. કર્યું, પરંતુ તે નમનથી જગતમાં અદ્દભુત એવી ઉચ્ચતર પદવીને તે પામ્યા. પછી ધર્મલાભરૂપ આશીષ આપીને ગુરૂ મહારાજે રાજાની આગળ સંસારના કલેશને નાશ કરનારી એવી ધર્મદેશના દેવાનો પ્રારંભ કર્યો.
ચુડલક વિગેરે દશ દૃષ્ટાંતથી દુર્લભ એવા આ મનુષ્યભવને પામીને ઉત્તમ જીવે આઈન્ ધર્મમાં સદા યત્ન. કરે. સંખ્યાબંધ વિભવોથી કિંમતી રત્નો પણ સુખે મેળવી શકાય, પરંતુ મનુષ્યભવને એક ક્ષણ પણ કટિ રને આપતાં મળવો દુર્લભ છે. દુપ્રાપ્ય એવા આ મનુષ્યપણાને પામીને જે મૂઢ પ્રાણી ધર્મ સાધવાનો યત્ન કરતો નથી તે ઘણા કલેશથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને પ્રમાદથી સમુદ્રમાં નાખી દે છે. આર્ય દેશ, કુળ, રૂપ, બળ, આયુ અને બુદ્ધિથી મનોહર એવા આ નરત્વને પામીને જે મૂખ પ્રાણી ધર્મકર્મ આચરતો નથી, તે સમુદ્રના મધ્ય ભાગમાં નાવને ત્યાગ કરવા જેવું કરે છે. મેહથી મૂઢ. બનેલા પ્રાણીઓ શરીરસુખને માટે ધન, ધાન્ય, પ્રિયા, બંધુ, પશુ અને ગૃહાદિકને પુષ્કળ પરિગ્રહ રાખે છે, પણ આ શરીરજ વીજળીના વિલાસ જેવું ચંચળ અને અસાર છે, માટે વિવેકી જનો પ્રયત્નપૂર્વક ધર્મકાર્યો કરવાવડે એ શરીરને સફળ કરે છે. ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે, અને તે દુઃખરૂપ મહાસાગરના કિનારા જેવું, નિર્વાણ મહેલની પીઠ,