________________
પંચમ પ્રસ્તાવ
૨૩૩
માટે ત્યાં આવ્યો, અને પ્રભુના પ્રભાવથી તેમની પરસ્પર અત્યંત પ્રીતિ બંધાણી જ્યાં શ્રીવીર પ્રભુ કાસગે રહેલા હતા ત્યાં-મહીતલ પર ચમરપપાત નામે તીર્થ પ્રસિદ્ધ થયું. વીર પરમાત્માને વંદન કરતાં ઉત્પન્ન થયેલા આનંદને લીધે તે બંને ઇદ્રોએ ત્યાં ગીતનૃત્યપૂર્વક મહોત્સવ કર્યો. વજાઘાતના ભયથી નીચે મુખ કરીને સત્વર ભાગતા ચમકને આ હાર એક દ્વીપમાં પડી ગયો. ત્યાં કીડાકૌતુકથી આવેલા આ દેવને તે હાર જડ્યો અને તે તેણે તને સમર્પણ કર્યો. તારે પણ એ હાર ધર્મની દઢતા માટે રાજાને આપવો. માટે હે સ્વામિન્ ! દેવતાએ આપેલો આ અમૂલ્ય હાર આપ ગ્રહણ કરે.” પછી સદાચારની જેમ તે હાર વ્યવહારી પાસેથી લઈને પિતાના હરિદત્ત નામના પુત્રને બોલાવી રાજાએ તે હાર તેના કંઠમાં પહેરાવ્યા. એટલે તે હારને જોતાં જ જાતિસ્મરણ પામી તે રાજપુત્રે પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ રાજા વિગેરેની આગળ કહી સંભળાવ્યું. પુણ્યકર્મથી પવિત્ર એવું પિતાના પુત્રનું ચરિત્ર સાંભળીને રાજાને જૈનધર્મમાં દઢ શ્રદ્ધા થઈ. એવા અવસરમાં હાથમાં પુષ્પ લઈને રાજાને નમસ્કારપૂર્વક સુજ્ઞ વનપાલકે વિનયથી વિજ્ઞપ્તિ કરી કે “હે રાજન્ ! આપના કીડાઉવાનમાં સાધુઓથી પરિવૃત્ત એવા ગુણકર નામના શ્રીમાન ગુરૂ પધાર્યા છે.” જાણે શરીર પર સુધાનું સિંચન થયું હોય એવું તેનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજાએ મુગટ વિનાનાં બધાં અલંકારો તેને ઈનામમાં આપી દીધાં. પછી મદનદત્ત વિગેરે વ્યવહારીઓથી પરવરેલ રાજા તે
ડાહવાનમાં જાય છે?
ભળીને તેમાં આપી