________________
૫ ચમ પ્રસ્તાવ
૨૩૫
જેવું અને સર્વ સંપત્તિના નિધાન જેવું છે. દેવ, ગુરૂ અને ધર્મમાં સમ્યક શ્રદ્ધાપૂર્વક જે અસાધારણ પ્રતિપત્તિ (ભક્તિ) તેને મુનિઓએ સમ્યકત્વ કહેલ છે. “પાંચ અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શક, મિથ્યાત્વ, કામ, અવિરતિ, નિદ્રા, દ્વેષ, જુગુપ્સા, અજ્ઞાન અને રાગ-અંધકારને પુષ્ટ કરવામાં રાત્રિ સમાન એવા આ અઢાર દેષથી મુક્ત તથા અત્યંત શ્રેષ્ઠ એવા ચેત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્યથી સુશોભિત તથા મોક્ષમાર્ગના બતાવનાર એવા શ્રીવીતરાગ દેવ, સમસ્ત સાવદ્ય વ્યાપારરહિત અને ગૃહાચારથી વિમુખ એવા સુસાધુ ગુરૂ અને સંસારઅટવીમાં ભ્રમણ કરવાથી ખિન્ન થયેલા પ્રાણીઓને પરમ બંધુભૂત જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલે એ સર્વ જીવોની રક્ષામય ધર્મ-એ ત્રણ તો મને સદા પ્રમાણ છે. એવા પ્રકારને જેના શાંત અંતરમાં વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે તેને જોઈને ઈંદ્રો પણ પ્રમાદ પામી નિરંતર તેના ગુણની સ્તુતિ. કરે છે.”
આ પ્રમાણેની ગુરૂમહારાજે આપેલી દેશના સાંભળીને પ્રબોધ થવાથી મનમાં વિકસિત થયેલા રાજાએ વાત સદશ ચતુર્વિધ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને રત્નત્રયને ધારણ કરનારા તે ગુરૂત્વાકર પાસેથી રાજાએ નિરંતર મહા ઉદયને આપનાર એવું સમ્યફ રત્ન ગ્રહણ કર્યું. દરિદ્રી જેમ. પરમ નિધાન પામે તેમ બધિરત્ન પામીને રાજા નરજન્મમાંજ પરમાનંદ પદને પામ્યા.