________________
માધારી જગના મુખ ભીષણ કર પર કોધથી તો વિક તેમને નમસ્કાર કરી શરણ લઇ, પંચાંગ -
૨૩૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર એકદા તે ચમરચચાના સ્વામીએ અવધિજ્ઞાનથી સૌધર્મેદ્રની સભાને પિતાની ઉપર જોઈ અને પિતાના શિર પર રહેલા તેના પાદપીઠને જોઈને દારૂણ કોધથી તેણે ભ્રકુટી ચડાવી પિતાનું મુખ ભીષણ કરી દીધું. પછી પ્રતિમાધારી જગપ્રભુ શ્રી વીરનું શરણ લઈ, પંચાંગ પ્રણિપાતપૂર્વક તેમને નમસ્કાર કરીને લક્ષ જનનું ભીષ્મ રૂપ વિક્વીં કલ્પાંત કાળના અગ્નિની જેમ જાજવલ્યમાન એવો તે દુષ્ટબુદ્ધિ પ્રથમ દેવલોકમાં આવ્યો, અને ભીષણ અવાજથી ત્યાં રહેલા દેવતાઓને બીવરાવવા લાગે, કારણ કે અજ્ઞ આત્માને કૃત્યાકૃત્યને વિવેક હોતું નથી. તેના આવા દુષ્કૃત્યને જોઈને ઈદ્ર કોધમાં આવી વેગથી વિશ્વને વિભ્રાંતિ પમાડનાર એવું પોતાનું વજી તેના પર છોડયું; એટલે અખલિત વેગવાળા અને પર્વતને પણ ભેદનારા તે વનને જોઈને પિતાનો મદ ઉતારી નાખી તરત જ તે દુષ્ટ પાછો ભાગ્ય અને શ્રી વીર પ્રભુના ચરણકમળ નીચે સૂક્ષમ રૂપ કરીને તે સંતાઈ ગયે. આ પ્રાણીને આપત્તિમાં વીર પ્રભુ વિના અન્ય શરણ ક્યાંથી હોય? ઇંદ્ર મૂકેલ વજી જે તેના શરીરને સ્પર્શ કર્યો હેત તે બળવાન અસુરેંદ્ર પણ રંકની જેમ ચિર કાળ આકંદ કરત; પરંતુ તે વા ભાગતા એવા તેની પાછળ પાછળ દેડતું ગયું, વિશ્વને ત્રાસ પમાડનાર એવા તેને વેગ વચમાં લેશ પણ ઓછો ન થયે; પરંતુ તેને શ્રીવર પરમાત્માના ચરણ નીચે સંતાઈ ગયેલ જેઈને પ્રભુને પ્રદક્ષિણા દઈ તે વજી પાછું ઈંદ્રના કરકમળમાં જઈને રહ્યું. એટલે સુરેંદ્ર પણ ભગવંતને વંદન કરવા