________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
જો તમને ઇચ્છા હાય તા આત્માના સર્વરાગને શાંત કરવામાં પરમ ઔષધરૂપ તથા જગતના જીવાને સર્વ પ્રકારના અભીષ્ટ આપનાર આત્ ધમાં નિરંતર આદર કરી.’
૨૩૦
આ પ્રમાણેના ઉપદેશ સાંભળીને તે ખંને રાજકુમારાએ તરતજ સ'સાર તજી દીધા અને તેમની પાસે દીક્ષિત થઇને પચમહાવ્રતાને આરાધવામાં સાવધાન થઈ ગયા. તેમજ પ'ચાચારમાં પ્રવીણ, ત્રિશુમિગુપ્ત, સમતાસાગરમાં મગ્ન, સર્વ પ્રાણીઓની દયા પાળવામાં તત્પર, કામ, ક્રોધ, માહ, મદ, માન અને મત્સરથી રહિત તથા સતત શાસ્ત્રાવાહનમાં રક્ત થયા. એ પ્રમાણે સંયમ આરાધીને તે અને રાજકુમારા પ્રથમ દેવલાકમાં વિદ્યુત્પ્રભ અને વિધુસુંદર નામે દેવ થયા. ત્યાંથી ચ્યવીને તારા લઘુ ભ્રાતા અખિલ સપત્તિથી વિખ્યાત એવા આ મદનદત્ત નામે વ્યવહારી થયા છે, તેથી અગણિત લક્ષ્મીવાળા એવા એને જોતાં તને અતિશય આનંદ ઉત્પન્ન થાય છે.”
આ પ્રમાણે પૂર્વ ભવ સાંભળીને મારા પર વધારે સ્નેહાળ થયેલા તે દેવે વિષને દૂર કરનાર અને વિશ્વમાં સારભૂત આ હાર મને આપ્યા. પછી તે દેવે ગુરૂમહારાજને પૂછ્યું. કે‘ હું ભગવાન્ ! મને ભવાંતરમાં સમ્યક્ત્વના લાભ શી રીતે થશે ?' એટલે ગુરૂ ખાલ્યા કે—
‘આગામી ભવમાં તું નરવર્મા રાજાને અતિશય કાંતિમાન્ હરિદત્ત નામે પુત્ર થઈશ. ત્યાં આ હાર જોવાથી તને જાતિસ્મરણજ્ઞાન થશે અને તેથી હે દેવ ! તું ત્યાં