________________
પચમ પ્રસ્તાવ
૨૩૧
સજ્ઞના પાવન ધર્મને પામીશ.' આ પ્રમાણે તત્ત્વસુધાને સિચનારી એવી એ મહાત્માની વાણી સાંભળીને સદ્ભક્તિથી તે મહાત્માને પ્રણામ કરી વિદ્યુત્પ્રભ દેવ સ્વસ્થાને ગયા અને હું સર્વ અને સાધનાર એવી લક્ષ્મી ઉપાર્જન કરી આ હાર લઇને પાછા આ નગરમાં આવ્યેા છેં.
હે રાજેન્દ્ર ! જગજ્જનને મનેાહારી એવા આ હાર એ દેવને કાંથી થયા ? એમ મેં ગુરૂમહારાજને પૂછ્યું હતુ. ત્યારે તેમણે કહ્યું હતું કે—
· વિ`ધ્યાચળની ભૂમિના શુ'ગારરૂપ શતદ્વાર નામના મહાપુરમાં નાનાવિધ પ્રાણીઓના સુખને પૂરનાર પૂરણુ નામે શેઠ હતા. તેજિનયમથી અજ્ઞાત છતાં સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરતા અને ભદ્રકભાવથી સદાચારમાં પરાયણ હતા. દયાની લાગણીથી પૃથ્વી પર ઘણી દાનશાળાએ કરાવીને અન્નદાનાદિકથી તે પ્રાણીઓને નિરંતર સુખી કરતા હતા.
એકદા તપથી કૃશ શરીરવાળા એવા સાધુએ તેને ઘેર આવી ચડવા, તેમને તેણે અન્નદાન આપ્યું. પછી અનુક્રમે લક્ષ્મી, શરીર અને યૌવનને વીજળીના વિલાસની જેમ અસ્થિર જાણીને તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી અને વિવિધ પ્રકારના કાયલેશવડે ઉગ્ર તપ કરવા લાગ્યા. એમ શૈવાગમાક્ત વિધિથી સંપૂર્ણ રાગપૂર્વક તાપસ વ્રતનું આરાધન કરીને તે અસુરકુમારમાં અત્યંત તેજસ્વી ચમરે દ્ર નામે દેવાને સ્વામી ( ઈંદ્ર ) થયા.