________________
૨૨૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર હતા ત્યાં પિતાના તાતને પરિવાર સહિત આવેલ જોઈને કોમળ સ્વરે પૂછ્યું કે-“હે તાત ! અમને શું થયું હતું કે જેથી આપને અહીં પધારવું પડ્યું ?” એટલે રાજાએ સાવધાન થયેલા એવા તે બંને કુમારને તેમની અપર માતાએ આપેલ વિષનું સ્વરૂપ, સાધુમહાત્માને ઉપકાર, ગરૂડદેવનું આગમન અને સ્વજનો પાસે કરાવેલ શીપચાર વિગેરે વૃત્તાંત કહી સંભળાવ્યો. એવામાં અખિલ વિશ્વને વિસ્મય પમાડનાર એવા ગરૂડાધિપ દેવે ત્યાં આવીને રાજાને કહ્યું કે-“હે રાજન્ ! મહાભાગ્ય વિના મંત્ર તંત્રના પ્રયોગથી, ચોગથી કે તપથી દે કદાપિ પ્રત્યક્ષ થતા નથી. પોતાના ગુણથી જગતને આનંદ આપનારા એવા આ તારા પુત્ર પર સમતાના સાગર એવા મહાત્માએ મહાન્ ઉપકાર કર્યો છે, માટે એ મહાત્મા વત્સલપણાથી જે કાંઈ તમને ઉપદેશ કરે તે પ્રમાણે તમારે કરવું, કારણ કે તેઓ પરિણામે હિતકર વાકય જ બોલે છે.” આ પ્રમાણે કહીને ગરૂડાધિદેવ પિતાના સ્થાને ચાલ્યા ગયે અને રાજા પિતાના પુત્ર સહિત આનંદપૂર્વક તે મહાત્માને વંદન કરવા આવે. ગુરૂમહારાજના ચરણકમળને વંદન કરીને રાજા તેમની સન્મુખ બેઠે. એટલે બંને રાજકુમારો નમ્ર થઈને તે મહાત્માની સ્તુતિ કરવા લાગ્યા કે- ભવાટવીમાં ભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલા સંતાપને દૂર કરવામાં સુધાની નાવ સમાન તથા અગણ્ય પુણ્ય અને કારુણ્યના ક્ષીરસાગર એવા હે મહામુનિ ! તમે જયવંતા વ. જગતના સર્વ પ્રાણીઓ પર ઉપકાર કરવાને માટે જ અવતાર લેનારા તથા જગતના