________________
પંચમ પ્રસ્તાવ
૨૨૭
એકદા પિતાના પુત્રને રાજ્યસંપત્તિ મળે એવા ઈરાદાથી યૌવરાજ્યપદની પ્રૌઢ લાલસાથી અને તુછ મન હોવાથી પગલે પગલે અંતરમાં અત્યંત ઈષ્યને ધારણ કરતી એવી તેની ઓરમાન માતાએ ઉદ્યાનમાં ગયેલા તે બંનેને છાની રીતે પિતાની દાસીને હાથે વિષમિશ્રિત મોદક મકલ્યા, અને તેમણે તે ભક્ષણ કર્યા, કારણ કે ક્ષુધા વખતે વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી. વિષના આવેગથી મૂછ ખાઈને તેઓ પૃથ્વી પર પડયા. તે હકીક્ત સાંભળીને રાજા એદદમ પિતાના પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી રાજાની આજ્ઞા થતાં વિષના આવેગને શાંત કરવા માટે અનેક વૈદ્યોએ વિવિધ ઉપચાર કર્યો, છતાં કુશિષ્યને આપેલી શિખામણ વૃથા જાય તેમ તે બધા વ્યર્થ ગયા. એટલે રાજા બેદ પામીને શૂન્ય જે બની ગયે. આથી બધે પરિવાર માટે સાદે રૂદન કરવા લાગ્યો અને મંત્રીઓ પણ દિમૂઢ જેવા થઈ ગયા. એવામાં તેમના પુણ્યોદયથી અશોક વૃક્ષ નીચે બેઠેલા, ક્ષમાવંત, તેજસ્વી બુદ્ધિવાળા તથા અગણ્ય કરૂણારસના સાગર એવા દિવાકર મુનીશ્વરે ગરૂડપપાત નામના અધ્યયનનું સ્મરણ કર્યું. તે પાઠના મહિમાથી આકર્ષાયેલ અને સ્કુરાયમાન કાંતિવાળો એ ગરૂડાધિપ દેવ ત્યાં સાક્ષાત્ આવ્યો. તેના પક્ષને થયેલો જે પ્રસાર તેના પ્રભાવથી તે કુમારોને વિષાગ તરતજ શાંત થઈ ગય-કારણ કે દેવેને પ્રભાવ અચિંતનીય હોય છે. મૂરછ દૂર થતાં જાણે નિદ્રામાંથી ઉઠડ્યા હોય તેમ તે બંને કુમારે એ સ્વાદિષ્ટ અને શીતળ જળનું પાન કરી નેત્રકમળને વિકસિત કરતા