________________
૨૨૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર છે.” એમ સાંભળીને તે દેવતાએ પુનઃ પૂછયું કે– હે વિભે! એ મારે ભ્રાતા ક્યારે હતું તે કૃપા કરીને કહે,” કારણ કે “ગુરૂમહારાજ સૂર્યની જેમ પોતાની વાણીરૂપ કિરણોથી અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનારા હોય છે.” આચાર્ય બોલ્યા કે “હે દેવ ! તું તારા અવધિજ્ઞાનથી એ બધું સ્વરૂપ જાણે છે, છતાં અન્ય જનેના બેધનિમિત્ત તું પૂછે છે તે સંવેગરંગયુક્ત તારા પૂર્વ ભવનું ચરિત્ર હું કહું છું તે સાંભળ.
શ્રી પવાપ્રભ જિનેશ્વરના જન્મકલ્યાણકથી પવિત્ર, શ્રી વીર પ્રભુના પારણના ઐશ્વર્યથી સુશોભિત, ધર્મ તથા ન્યાયના એક ધામરૂપ અને જેમાં લંકાની જેમ સુવર્ણમય અનેક મંદિર છે એવી કૌશાંબી નામે નગરી છે. ત્યાં જયશ્રીના કીડાગ્રહરૂપ, ઉદ્દામ તેજયુક્ત તથા અસાધારણ સંપત્તિના સ્થાનરૂપ જય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સચ્ચરિત્રથી પવિત્ર તથા રાજગુણથી જગતમાં વિખ્યાત એવા શૂર અને ચંદ્ર નામના બે પુત્ર હતા. આમ્રવૃક્ષના ઉદ્દગમ સમાન લેકેને આનંદ પમાડતા તથા ગુણરૂપી સુગંધયુક્ત એવા તે બંને ભ્રાતા કેને પ્રિય ન હતા ? અર્થાત્ સૌને પ્રિય હતા. તે બંને યૌવનવય પામતાં પદાર્થોને અસ્થિર સ્વભાવ હેવાથી તેમની માતા મરણ પામી. કર્મોની ગતિ દુર્લધ્ય છે. પછી ન્યાય અને પરાક્રમથી લોકોને આનંદ આપનાર એવા તે બંને રાજકુમારને રાજાએ યુવરાજપદ આપ્યું.